Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પત્નિ તથા સગીર પુત્રની ભરણપોષણની માંગણી રદ્ કરતો ધારી કોર્ટનો મહત્વનો હુકમ

રાજકોટઃ તા.૨૨, આ કેસની હકીકત એવી છે કે, મેઘાબેન ઉફે મેઘનાબેન વિજયકુમાર સાગરના લગ્ન જસદણના રહીશ કિશોરભાઇ રસીકભાઇ થડેશ્વર સાથે તા.૨૫.૪.૨૦૦૮ના રોજ અમરેલી મુકામે થયેલા અને લગ્ન બાદ બંને પતિ-પત્નિ સંયુકત પરિવારથી અલગ મોટા દળવા મુકામે ભાડાના મકાનમાં વસવાટ કરતા હતા ત્યારબાદ બન્નેના  લગ્નજીવનથી સંતાનમાં પુત્રનો જન્મ થયેલ જેનું નામ આર્યન છે.

પુત્રના જન્મબાદ મેઘનાબેનને તેના માતા-પિતા પિયરમા આટો મારવા અને રોકાવાના બહાને તેડી ગયેલ ત્યારથી મેઘનાબેન તથા સગીર પુત્ર પિયરીયામાં હોય ત્યારબાદ મેઘનાબેન વિનાકારણે સગ્નસંસાર ચલાવવા કિશોરભાઇ  સાથે નહિ આવતા તેણીના પતિ કિશોરભાઇએ ગોંડલ કોર્ટમાં લગ્ન હક્ક પુરા કરવાની અરજી કરેલી જે અરજી ગોંડલ કોર્ટ મંજુર કરી મેઘનાબેનને તેના પતિ કિશોરભાઇ સાથે રહિ  લગ્નના હક્કો પુરા કરવાનો હુકમ કરેલ તે હુકમનું મેઘનાબેને  પાલન કરવાને બદલે કિશોરભાઇ તેના પરિવાર જનો વિરૂધ્ધ ધારી કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ અરજી કરી માસીક રૂ.૪૫૦૦૦ના ભરણપોષણની તથા રહેણાંક મકાનની વ્યવસ્થા કરી આપવાની તથા રુા.૫,૫૦,૦૦૦ના વળતરની તથા સ્ત્રીધનની વસ્તુઓ પરત અપાવવાની તથા રક્ષણ અને સુરક્ષાના હુકમો તથા જેલની સજા ફરમાવવાની વિગેરે માંગણી કરેલ જે કેસ ચાલી જતા કિશોરભાઇ રસીકભાઇ થડેશ્વર તથા તેના પરિવારજનો તરફ ગોંડલના યુવા ધારાશાસ્ત્રી શ્રીનિરંજય એસ. ભંડેરી દ્વારા અરજદારને સામાવાળાઓ દ્વારા  માનસીક-શારીરીક ત્રાસ આપી ઘરેલું હિંસા આચરવામાં આવેલ હોય કે અરજદાર કઇ તારીખથી અને કેવી રીતે પિયરમાં ગયેલ હોય તેવો ઠોસ પુરાવો રેકર્ડ ઉપર હોય તેમજ મેઘનાબેનને વારસામાં મળેલ સંપતિ તથા તેણીમાં રહેલ હુન્નરથી જાતે તેનુ તથા સગીર પુત્રનુ ભરણપોષણ કરવા સમક્ષ હોય તેમજ મેઘનાબેને સોંગદ  ઉપર આપેલ પુરાવામાં કોન્ટ્રાડીકશનો આવતા હોય ઘણુ ખોટુ બોલેલા હોય તે રેકડ ઉપર હોય તેમજ અરજદાર  મેઘનાબેને સામેવાળા વિરૂધ્ધ કરેલા માનસીક-શારીરીક ત્રાસના આક્ષેપો ચુસ્તપણે સાબિત કરવામાં નિષ્ફળ નિવડેલ હોય તે સિવાય અરજદાર મેઘનાબેનની વર્તણુક અંગે તથા કેસની હકીકત તથા કાયદાના મુદાઓ ઉપર વિસ્તૃત લેખિત-મોૈખિક રજુઆતો કરવામાં આવેલ તે તમામ રજુઆતોને ધ્યાને લઇ ધારીના મહે.જયુડી.મેજી.ફ.ક.શ્રી એસ.એમ.મિશ્રા સાહેબે તા.૧૪/૧૨/૨૦૧૭ના રોજ અરજદાર માતા સગીર પુત્રની ના-મંજુર કરતો હુકમ ફરમાવી પત્નિ પિડીત પુરૂષને ન્યાય અપાવી સમાજમાં થતો સ્ત્રીતરફી કાયદાનો દુરઉપયોગ અટકાવવા ખાસ કિસ્સારૂપ ચુકાદો આપેલ છે.

આ કામે સામેવાળા કિશોરભાઇ રસીકભાઇ થડેશ્વર તથા તેના પરિવારજનો તરફે ગોંડલના ભંડેરી, એડવોકેટસ ટીમના યુવા એડવોકેટ શ્રી નિરંજય એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, અંબાગોૈરી એસ. ભંડેરી, ભકિત એસ.ભંડેરી, રવિરાજ પી. ઠકરાર તથા સીનીયર એડવોકેટ શ્રી શિવલાલ પી. ભંડેરી તથા ધારીના સીનીયર એડવોકેટ શ્રી ધીરૂભાઇ એસ. ભંડેરી રોકાયેલા હતા.

(11:34 am IST)