Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જુનાગઢ લંબેહનુમાનજી મંદિરે પંચામૃત ધર્મ મહોત્સવ

 જુનાગઢ :રામચરિત માનસ કથા, શ્રી પંચકુંડી રામ મહાયજ્ઞ, ગુરૂદેવોની મુર્તિ પ્રતિષ્ઠા પુજન, સંતોનું સંમેલન-ભંડારો, અખંડ રામનામ સંકિર્તન સમાપન અને ભવનાથ ગામ સમસ્ત ધુમાડાબંધ ભોજન સમારંભનાં આયોજનો થયેલ. રામ ચરિત માનસ કથાનું રસપાન ધમાસણાં (ઉ.ગુ.)થી પધારેલા પ્રખર રામાયણી વૈદેહી શરણજી-દંડી બાપુ મહારાજે કરાવેલ. પંચકુંડી રામ મહાયજ્ઞનનાં આચાર્ય પંડિત શ્યામજીગુરૂ અને ઉજજૈનથી પધારેલા વિદ્વાન પંડિતોએ યજ્ઞકાર્ય સંપન્ન કરાવ્યું. મહોત્સવમાં ગુજરાતના, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી પધારેલા ભકતો સેવકોએ મહોત્સવનો ધર્મલાભ લીધો. મહોત્સવમાં ત્રિવેણીધામ - જયપુરના બ્રહ્મ પિઠાધિશ્વર, ખોજીજીદ્વારાચાર્ય પ.પૂ. નારાયણદેવાચાર્યજી, અમદાવાદથી પધારેલા સંતો જગન્નનાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, રાજેન્દ્રદાસજી નિર્મોહી અણી અખડા, શિવરામદાસજી મહારાજ, મહંત મોહનદાસજી-સાંઇધામ-થલતેજ, ધર્માચાર્ય અખિલેશ્વરદાસજી મહારાજ તથા વૈશ્નવ વિરકત મંડળ-ગિરનારના અધ્યક્ષ મહંત રામદાસજી મહારાજ અને સર્વે સંતો મહંતો ઉપસ્થિત રહેલા મહોત્સવની તસ્વીરો. (તસ્વીર :મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:32 am IST)