Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ધોરાજીમાં વાલી સંમેલન

 ધોરાજીઃ અહીંની સરકારી કન્યા વિદ્યાલય ખાતે વાલી સંમેલન યોજાયુ હતું. જેમાં શહેર, ગ્રામ્ય વિસ્તારના વાલીઓને આચાર્ય વી.જે. બાબરીયાએ આવકાર્યા બાદ શાળાની ભૌતિક સુવિધાઓ વિશે માહિતી આપી હતી. સાથે સાથે શાળાના ૧૫૦ વર્ષ નિમિતે આગામી સમયમાં ઉજવણી કરવાની પણ જાહેરાત કરાઈ હતી. ઉપરાંત એવી પણ જાહેરાત થઈ હતી કે આવતા વર્ષે યુનિફોર્મ પણ આપવામાં આવશે. કાર્યક્રમનું ઉદબોધન કરતા આચાર્ય વિજયભાઈ બાબરીયા, મહિલા કોલેજના પ્રિન્સીપાલ નયનાબેન અંટાળા, એસએમડીસીના સભ્ય રાજુભાઈ ડાંગર, મંજુબેન મુછાળ સહિત શિક્ષકો, વાલીઓ અને બાળકો દર્શાય છે (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(11:32 am IST)