Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

તા.૨૭ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન વીરપુર જલારામના આંગણે શા.નિર્મલદાસજી સ્વામી દ્વારા આયોજિત

ગુરુ વંદના ઋણ સ્વીકૃતિ મહોત્સવ—-ભાગવત કથા

વીરપુર તા. ૨૧ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી, શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલના સંસ્થાપક સદ્વિદ્યા સદ્ઘર્મરક્ષક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં તેમજ અ.નિ. ગુરુકુલના માતૃ સમાન પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, અખંડ ભગવત પરાયણ પૂ. જોગી સ્વામી, જુનાગઢ ગુરુકુલના નિરન્નમુકતદાસજી (મુગટ સ્વામી), વિસાવદર ગુરુકુલના પુરાણી ભગવતજીવનદાસજી સ્વામી, રાજકોટ ગુરુકુલના ભંડારી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી, કોઠારી હરિજીવનદાસજી સ્વામી,  ગુરુુકુલના શ્રી નારણભગત શ્રી રવજી ભગત, પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી, ગુંદાસરાના મુળજી ભગત, સેવાભાવી શ્રી જબરદાનભાઇ બારોટ, વગેરેની પાવન પુ્ણ્ય સ્મૃતિમાં વીરપુર જલારામ ગામને આંગણે, સદ્વિદ્યા ધામ ખાતે તા. ૨૭-૧૨-૨૦૧૭ થી તા.૩૧-૧૨-૨૦૧૭ દરમ્યાન પંચદિનાત્મક સદ્ ગુરુ વંદના ઋણ સ્વીકૃતિ મહોત્સવ ઉજવાશે.

ઉત્સવ અંતર્ગત ભવ્યશાકોત્સવ અને હિન્દુ સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ શ્રીમદ્ ભાગવત ગ્રન્થની કથા પારાયણ રાખવામાં આવેલ છે. કથાના વકતા તરીકે ઉત્સવના અધ્યક્ષ શાસ્ત્રી વેદાન્તાચાર્ય શ્રી નિર્મલદાસજીસ્વામી  બિરાજશે.

આ ઉત્સવ પ્રસંગે તા. ૨૭ -૧૨ બુધવારના રોજ બપોરે ૨-૩૦ કલાકે જલારામ બાપાની સમાધિ સ્થાનથી કથા મંડપ સુધી  ભવ્ય શોભાયાત્રા-પોથી યાત્રા નીકળશે.

તા. ૨૮ ના રોજ સાંજે ૫ કલાકે ભવ્ય શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તા. ૩૦ ના રોજ રુક્ષમણી વિવાહ તેમજ તા.૩૧ના રોજ બપોરના ૧૨-૩૦ કલાકે પૂર્ણાહૂતિ થશે

કથા અંતર્ગત વ્યાખ્યાનમાળામાં શા.નારાયણસ્વરુપદાસજી સ્વામી- ખીરસરા, નિર્લેપસ્વરુપદાસજી સ્વામી બોરસદ, શા.ભાનુપ્રકાશદાસજી સ્વામી પોરબંદર રહેશે.

ઉત્સવ દરમ્યાન પૂજન વિધિ શા.જગજીવન જાની તથા ગાયત્રી મંદિરથી હસુદાદા કરાવશે.

કથાના મુખ્ય યજમાન અમેરિકાવાસી શ્રી ગોપાળભાઇ જેરામભાઇ વીરાણી રહેલ છે.

તા.૩૦ ના રોજ રાતે ૯-૩૦ કલાકે લોકડાયરો રાખેલ છે. જેમાં આંતરરાષ્ટ્રિય  કલાકાર વિનોદ પટેલ, હાસ્ચ કલાકાક ધનસુખ ટાંક, લોકસાહિત્યકાર શંકરદાન ગઢવી, વિદુર આહિર તથા ભજનિક પલ્લવીબેન પટેલ રહેશે. ઉત્સવ અંતર્ગત તા. ૩૦ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે. તો ઉત્સવમાં પધારવા શાસ્ત્રી શ્રી નિર્મળદાસજી સ્વામીનું ભાવભર્યુ આમંત્રણ છે.

(11:32 am IST)