Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

માળીયા મિંયાણા બેન્કમાં ૧ લાખની ચોરીમાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ

મોરબી, તા. રરઃ માળીયા મિંયાણા એસબીઆઇ બનાવમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના ચચાવદરડા ગામના રહેવાસી ધનજીભાઇ ગોવિંદભાઇ પટેલે મોરબીમાં મકાન લીધેલ હોય જેને આપવા માટે એક લાખ રૂપિયા એસબીઆઇ બેંક માળિયામાં આવતા તેને પૈસા ઉપાડી થેલીમાં રાખ્યા હતા અને આધારકાર્ડનું ફોર્મ ભરતા હોય જે દરમિયાન એક ૧૦ થી  ૧ર વર્ષનો અજાણ્યો છોકરો  ફરીયાદીની થેલીમાંથી એક લાખ રૂીપયા રોકડા સેરવી નાસી ગયો હતો. જે બનાવ બાદ ભોગ બનનાર ધનજીભાઇ પટેલની ફરીયાદને આધારે માળિયા પોલીસે અજાણ્યા ટેણીયા સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

પોલીસે એસબીઆઇ બેંકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ ફૂટેજને આધારે વધુ તપાસ ચલાવી છે.

(11:30 am IST)