Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ઉપલેટા, ધોરાજી, ભાયાવદર નગરપાલિકાની વોર્ડ પેનલ બનાવવા તૈયારી ઉમેદવારોના નામ માંગ્યાઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે ઉમેદવારોની અરજી મંગાવી

ઉપલેટા, તા. ૨૨ :. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થતા હવે નગરપાલિકાની ચૂંટણીઓની તૈયારીમાં ચૂંટણી પંચ લાગી ગયુ છે ત્યારે ઉપલેટા, ભાયાવદર, ધોરાજી નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. તેમની તૈયારીઓ ઉપલેટા, ધોરાજી, ભાયાવદર શહેર કોેંગ્રેસના પ્રમુખ લાગી ગયા છે. આ અંગે આજે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ ડેર, ધોરાજી શહેર પ્રમુખ તથા ભાયાવદર કોંગ્રેસ પ્રમુખ નયન જીવાણીએ એક સંયુકત નિવેદન દ્વારા જણાવેલ છે કે ફેબ્રુઆરી માસમાં નગરપાલિકાની ચૂંટણીઓ યોજવાની છે. આ ચૂંટણીના આયોજનના ભાગરૂપે ઉપલેટા, ધોરાજી, ભાયાવદરમાં ચૂંટણી લડવા માગતા ઉમેદવારોએ પોતાના બાયોડેટા સાથેની અરજી જે તે શહેરના પ્રમુખશ્રીને તા. ૩૧-૧૨-૧૭ સુધીમાં પહોંચાડી દેવાની રહેશે ત્યાર બાદ ઉપલેટા ભાયાવદર, ધોરાજી દરેક શહેરના કોંગ્રેસના આગેવાનોની એક પસંદગી સમિતિ બનાવવામાં આવશે. આ અરજીઓ પસંદગી સમિતિમાં મુકવામાં આવશે અને તેઓ ઉમેદવારની ફાઈનલ યાદી તૈયાર કરશે. નગરપાલિકાની ચૂંટણી લડવા માગતા ઉમેદવારોએ પોતાના શહેર પ્રમુખશ્રીને પોતાની અરજી બાયોડેટા ૩૧ ડીસેમ્બર સુધીમાં પહોેંચાડવા ધારાસભ્ય લલીતભાઈ વસોયા એ એક યાદીમાં જણાવેલ છે.

(11:30 am IST)