Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

તળાજામાં ચોરી કરનાર તસ્કરોને ઝબ્બે કરો

ભાવનગર તા. રરઃ.. તળાજા શહેરમાં એકી સાથે બાર દુકાનોને નીશાન બનાવી તરખરાટ મચાવનારા તસ્કરો ઝબ્બે  ન થતા  વેપારીઓએ પોલીસ મથકે જઇ તસ્કરોને ઝબ્બે કરવા રજૂઆત કરી હતી. તે સાથે હાઇવે પર થયેલ ચોરી અને સોસાયટી વિસ્તારમાં નિર્લજ્જ હુમલા જેવા બનાવો ન બને તે માટે પોલીસ કડક પગલા ભરે તેમ પરામર્શ કરવામાં આવેલ.

બે દિવસ પહેલા તસ્કરોએ મચાવેલ તરખરાટ ને લઇ પોલીસની ફરજ પ્રત્યેની બેદરકારી બાબતે વેપારીઓમાં રોષ ફેલાયેલ. બીજા જ દિવસે શહેરના પોશ વિસ્તાર એવા રાધે-ક્રિષ્ના સોસા.માં સગીરા સાથે સાંજ ઢળે બનેલા છેડતીના બનાવના કારણે નગરજનો ચોંકી ઉઠયા હતાં.

ચોરી થયાના દિવસે પોલીસે  બને તેટલા ઝડપી  તસ્કરોને ઝબ્બે કરવાના આપેલા કોલને લઇ પોલીસને સફળતા ન મળતા આજે ફરી વેપારીઓ એકઠા થયા હતા અને પો.ઇ. પટેલીયાને તસ્કરો બાબતે તપાસ કર્યા પહોંચી ? કોઇ મહત્વનુ પગેરૂ મળ્યુ કે કેમ ? તેવા સવાલો જાગૃતતા સાથે કરવામાં આવ્યા હતાં.

પો. ઇ. પટેલીયાએ તસ્કરોના ફોટાઓ કઢાવી સંબંધીત પોલીસમથકોને મોકલવામાં આવ્યા છે. ઉપરાંત એલ.સી.બી.,એસઓજી અને સ્થાનીક પોલીસ પણ તપાસ કરી રહી છે. તેમ જણાવ્યું હતું.

એ ઉપરાંત વેપારીઓએ શહેરમાં બનેલા નિર્લજ્જ હુમલાને લઇ લોકોમાં રોષ છે. આ પ્રકારની ઘટના ફરીને ન બને તે માટે કડક હાથે કામ લેવા કહયુ હતું. પોલીસે સાંજ બાદ સોસાયટીમાં પેટ્રોલીંગ શરૂ કરવામાં આવેલ હોવાની અને રાત્રે હોમગાર્ડ, પોલીસ નાઇટનું સઘન પેટ્રોલીંગ શરૂ કર્યાનું જણાવેલ હતું.

તળાજાના છેવાડે ખેતીના એક લાખના ચોરી થયેલ ઔજાર ને લઇ આજે પોલીસે ફરીયાદ નોંધી હતી. સાથે સીસી ટીવી ફુટેજના  આધારે ફેકટરમાં ચોરીને કંઇ દીશા તરફ ખેતીના ઔજાર લઇ જવામાં આવે છે તે બાબતે પણ તપાસ ચાલુ હોવાની પોલીસે જણાવ્યું હતું.

(11:29 am IST)