Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ભાણવડમાં પોણા બે લાખનો દારૂ ભરેલ કાર ઝડપાઇ

ભાણવડ તા. રરઃ ભાણવડમાંથી ઇંગ્લીશ દારૂના ચપલા ભરેલી મોટર કાર ઝડપી પાડવામાં આવી છે. જયારે આરોપી કારચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

અહિંના રવિરાજ હોટલ પાસે એક મોટર કાર નં. જી.જે. ૬ ડી.બી. ૩૧૧ર પસાર થતાં ભાણવડ પોલીસે તેની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબના ૧,૮ર,૪૦૦ રૂપિયાની કિંમતના ૧૮ર૪ નંગ ચપટા મળી આવ્યા હતા જયારે કાર કિં. રૂ. ર,૦૦,૦૦૦/- સાથે કુલ ૩,૮ર,૪૦૦/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી પ્રોહિ. એકટ કલમ ૬પઇ, ૧૧૬બી, ૮૧ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે. દરમ્યાન કારચાલક નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

(11:25 am IST)