Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

જુનાગઢ જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીઃ ૨૦ લાખના ફાળાનો લક્ષ્યાંક

જૂનાગઢ તા.૨૧ : જુનાગઢ જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કલેકટર શ્રી રવિશંકરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી માટે આપવામાં આવેલ લક્ષ્યાંક મુજબ કામગીરી કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વતી સભ્ય સચિવ શ્રી લે.કર્નલ એ.કે. ગુપ્તા અને અન્ય અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે કલેકટર શ્રી રવિ શંકર જામનગરે જાહેર જનતાની દેશના શુરવીર જવાનો અને સુરક્ષા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરતા આપણા શુરવીર સૈનિકો અને તેઓના પરિવારજનો પ્રતિ નાગરિકો દ્વારા આત્મીયતા અને સન્માનની લાગણી પ્રદર્શીત કરવા પ્રતિ વર્ષ સશસ્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા જામનગર જિલ્લાને સશસ્ર સેના ધ્વજ દિનની ઉજવણી માટે સૈનિકોના કલ્યાણ માટે રૂ.૨૦ લાખનો ફાળો કરવા લક્ષ્યાંક આપેલ છે.ફાળાની રકમ કલેકટર અને પ્રેસીડેન્ટ એએફએફડી ફન્ડ અકાઉન્ટ જામનગરના નામનો મોકલી આપવા જણાવેલ છે.

આ પ્રસંગે આજીવન દાતા શ્રીમતી કાન્તાબેન હરીલાલ શામજી ફલીયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી હરીભાઇ ભાનુશાળી તરફથી રુ.૩૩૦૦૦ની અનુદાનની રકમ કલેકટરશ્રીની હાજરીમાં સ્વીકારવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીના હેડ કલાર્ક શ્રી કનુભાઇ પરમાર સૈનિક કલ્યાણ વ્યવસ્થાપક શ્રી પ્રદિપકુમાર વાયડા, શ્રી રેખાબેન દુદકીયા અને ડી.ડી.બાબરીયા ઉપસ્થિત રહયા હતા.

(9:00 am IST)