Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

કલેક્ટર કે.રાજેશ પર પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલે કર્યા ગંભીર આક્ષેપ

સોમાભાઇ પટેલ દ્વારા કુલ ૧૪૧ અલગ અલગ અરજીઓ કે.રાજેશ વિરૂધ્ધ કરાઈ છે,ખાંડીયામાં ફોરેસ્ટની ૯૦૦ વિઘા કરતા વધુ જમીન માત્ર રૂપિયા ૧ ના ટોકન ભાડે ૩૦ વર્ષ માટે સોલાર પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને આપીને પણ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર કે.રાજેશ પર પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલે સરકારી જમીનના પ્લોટની ફાળવણી, ૩૦થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદેસર હથિયારોના પરવાના આપવા, ૧૪ બિન ખેડૂતને ખેડુત ખાતેદાર બનાવવા, કુલ ૩ સરકારી જમીનનું દબાણ નિયમિત કરવા સહીતની બાબતોમાં કે.રાજેશ દ્વારા ગેરરીતી કરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યા છે. સોમાભાઇ પટેલ દ્વારા કુલ ૧૪૧ અલગ અલગ અરજીઓ કે.રાજેશ વિરૂધ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત ખાંડીયામાં ફોરેસ્ટની ૯૦૦ વિઘા કરતા વધુ જમીન માત્ર રૂપિયા ૧ ના ટોકન ભાડે ૩૦ વર્ષ માટે સોલાર પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને આપીને પણ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ પર કર્યો છે અને સીબીઆઇ દ્વારા કે.રાજેશ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકાર દ્વારા કે.રાજેશને ડિસમીસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

સુરેંદ્રનગરના પૂર્વ કલેકટર IAS અધિકારી  કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે. આ દરોડા  મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે કે. રાજેશ. આ કાર્યવાહી ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવામાં પણ લાંચ લીધી હોવાનો આરોપ આઈએએસ ઉપર લગાવવામાં આવ્યો છે.

(7:48 pm IST)