Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

કેસુડાની કળીએ બેસી ફાગણિયો લહેરાયો...પર્ણ ઓછા ને ફુલ જાજા, જુઓને લચી પડ્યો કેસુડો...

જામનગરઃ રંગોનો ઉત્સવ એટલે હોળી અને આ હોળીમાં કેસુડો અને તેના કુદરતી કલરને કેમ ભુલી શકાય... ભગવાનશ્રી કૃષ્ણના સમયથી કેસુડાના રંગોથી રમાતી હોળી (ધુળેટી) આજે પણ કૃષ્ણ મંદિરોમાં જોવા મળે છે. કેસરી અને લાલ રંગોના ફુલોથઈ લચી પડતું ખાખરાનું વૃક્ષ ફાગણના આગમનની છડી પોકારે છે... કેસુડાના ફુલમાં અનેક ગુણો પણ છે... આયુર્વેદમાં ત્વચાના રોગની દવા તરીકે કેસુડાના ફુલ ઉપયોગી છે. તો તેમાંથી બનતા કલરો સંપૂર્ણ પણે નિહાનીકારક છે. આજના યુગમાં કેસુડો (ખાખરા)ના વૃક્ષો ક્રમશઃ લુપ્ત થઇ રહ્યા છે શહેર કે સીમ વિસ્તારોમાં નામશેષ થઇ ગયેલ કેસુડો હજુ જંગલ અને વીડી વિસ્તારોમાં તો કોઇ ખેતરોમાં જોવા મળી રહ્યો છે. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર-જામનગર)

(1:02 pm IST)