Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

એસ્સાર ઓઇલફિલ્ડ્સને ગેઇલ પાસેથી ડ્રિલિંગ કોન્ટ્રાકટ મળ્યો

જામનગર તા.૨૨: એસ્સાર ઓઇલફિલ્ડ્સ સર્વિસી ઇન્ડિયા લિમિટેડ (ઇઓએસઆઇએલ)એ જાહેરાત કરી હતી કે, કંપનીને ગુજરાતના ખંભાતના અખાતમાં ત્રણ કૂવા અને બે વૈકલ્પિક કૂવાનું શારકામ કરવા ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ (ગેઇલ) પાસેથી રૂ.૨૮ કરોડનો કોન્ટ્રાકટ મળ્યો છે. પ્રોજેકટ અંતર્ગત શારકામ એપ્રિલ-મેમાં ચાલુ થશે એવી અપેશ્ર છે.

કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ગેઇલ, ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા અને મર્કેટર પેટ્રોલીયમ જેવા કલાયન્ટ સાથે ઓનશોર અને ઓફશોર શ્રેણીબદ્ધ ડ્રિલિંગ કોન્ટ્રાકટ કર્યા છે. ઘણાં પ્રોજેકટ આયોજનના તબક્કામાં હોવાની સાથે કંપનીને નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં તેની આવક વધીને રૂ.૪૦૦ કરોડ થવાની અપેક્ષા છે. જે ચાલુ નાણાંકીય વર્ષની આવક કરતાં ૩૫ ટકા વધારે છે''.

દરમિયાન ઇઓએસઆઇએલના સીઇઓ રાજીવ નાય્યરે કહ્યું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં અમે હસ્તાક્ષર કરેલ ચોથો કરાર અમારી વૈશ્વિક કક્ષાના ડ્રિલિંગ કોન્ટ્રાકટર તરીકેની શાખાને વધારે મજબૂત કરે છે. ભારતમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની એમ બંને ઓઇલ કંપનીઓએ સંશોધન કામગીરીને વધારી છે અને પોતાની ડ્રિલિંગ જરૂરિયાતો માટે અમારામાં વિશ્વાસ ધરાવે છે. આ પ્રકારનાં પ્રતિષ્ઠિત કલાયન્ટ સાથે એક પછી એક કોન્ટ્રાકટ કર્યા પછી અમે આગામી નાણાંકીય વર્ષમાં આ પ્રકારની વધારે કામગીરી કરવા સજ્જ છીએ અને વધાર વૃદ્ધિ કરીશું''.

ઇઓએસઆઇએલ ગેઇલ માટે કૂવાઓનું શારકામ કરવા એસ્સાર રિગ MR01(1000 HP)નો ઉપયોગ કરશે. MR01 ઇઓએસઆઇએલના રિગના કાફલામાં વધારો છે અને અત્યારે મર્કેટર પેટ્રોલીયમ માટે શારકામ કરે છે. આ કામગીરી પૂર્ણ થયા પછી રિગને ગેઇલના પ્રોજેકટ માટે તહેનાત કરવામાં આવશે. પોતાની ૧૫ લેન્ડ રિગ ઉપરાંત ઇઓએસઆઇએલએ ઓફશોર રિંગ એસ્સા વાઇલ્ડકેટને પણ કાર્યરત કરી છે. જે સેમિ-સબમર્સિબલ રિગ છે. આ રિગ પાણીમાં ૧,૬૦૦ ફીટની ઊંડાઇએ શારકામ કરવા અને ૨૫૦૦૦ ફીટની ઊંડાઇ સુધી શારકામ કરવા સક્ષમ છે. આ રિગ મે,૨૦૧૭ થી ભારતના પૂર્વ દરિયાકિનારે ઓએનજીસી સાથે ત્રણ વર્ષના કરાર પર સ્થાપિત કરવામાં આવી છે.

(1:01 pm IST)