Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પાલિતાણા પાસે ટેમ્પો નાલામાં ખાબકતા વૃધ્ધાનું મોતઃ ૯ ઘવાયા

ભાવનગર તા.૨૨: પાલિતાણા તાલુકાના લુવારવાવ ગામ નજીકથી વ્હીલ ટેમ્પો નાળામાં ખાબકતા લુવારવાવમાં રહેતા વૃધ્ધ મહિલા અંબાબેન માધાભાઇ કુવાડીયાનું મોત નિપજ્યુ હતુ.

અકસ્માતની આ ઘટનામાં લુવારવાવમાં રહેતા કોળી પરિવારના ટેમ્પોના ચાલક સહિત નવ વ્યકિતને ઇજા થતા ચાર વ્યકિતને પાલિતાણા અને પાંચ વ્યકિતને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટના અંગે પાલિતાણા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)