Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ખલાસીઓના પ્રશ્નો માટે લડત ચલાવતા જોસેફ ચાકો તેના પત્ની અને ડ્રાઇવરનું હળવદ પાસે અકસ્માતમાં મોતથી અરેરાટી

ભુજ- હળવદ- વઢવાણ, તા. રર : હળવદ પાસે ડમ્પર (નં. જી જે-૩- એડબલ્યુ- ૪ર૬૭) પાછળ કાર (નં.જી જે- ૧ર- સીડી- ૧૪૯૬) ઘુસી જતાં સર્જાયેલા અકસમાતમાં ત્રણના અરેરાટીભર્યા મોત નિપજયા હતાં. અકસ્માતમાં મૃત્યુ પામનારા પપ વર્ષીય જોસેફ ચાકો કંડલા પોર્ટમાં જુનિયર સીવીલ એન્જી. હતા. તેમની સાથે કારમાં રહેલા પત્ની લીના જોસેફ ચાકો (ઉ.પ૪)નું પણ મોત નિપજયું હતું. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે ડમ્પર પાછળ જ કાર ઘૂસી જતા કાર ચાલક હીંગોરજા મીર  મોહમ્મદ અને જોસેફ ચાકો, લીના જોસેફ ચાકો એ ત્રણેયના વધુ સારવાર મળે તે પહેલા જ અરેરાટીભર્યા મોત નિપજયા હતા. મૃતક જોસેફ ચાકો સીફેર્સ વેલફેર (જહાજ ખલાસીઓના ઉત્પાન) માટે કામ કરનારા હતા. હમણા જ તેમણે છેલ્લા એક વર્ષથી કંડલાના દરિયામાં બે જહાજ કંપનીઓના આપસી ઝઘડામાં એક વર્ષથી ગોંધી રખાયેલા ૧૩ ખલાસીઓને મુકત કરાવ્યા હતાં તેમનના દુઃખદ નિધનથી કંડલા પોર્ટમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા જ પી.એસ.આઇ. ચંદ્રકાન્ત શુકલ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઇને ટ્રાફીક કલીયર કરાવી લાશોને પી.એમ. માટે મોકલી આપી હતી. (૮.૧૬)

(10:12 am IST)