Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વંથલીના ગાદોઇ ગામે યુવાન પર હુમલો કરી મોબાઇલ-રોકડની લુંટ

૪ શખ્સો સામે પોલીસ ફરીયાદ

જુનાગઢ, તા., રરઃ વંથલીના ગાદોઇ ગામે ગઇકાલે સાંજે યુવાન પર હુમલો કરી મોબાઇલ અને રોકડની લુંટ ચલાવી હતી.

આ અંગેની વિગતો એવી છેકે વંથલીના ગાદોઇમાં ગઇકાલે સાંજે ગામ પાસે આવેલ ટોલનાકાના પ્રશ્ને ગ્રામજનોની મીટીંગ મળી હતી.

ત્યારે જગદીશ પુના ચુડાસમા, મનસુખ પુના, હિમાંશુ મેણંદ અને અરવિંદ ચુડાસમા નામના શખ્સોએ ધસી આવી કાળુ ગોવિંદભાઇ હુંબલ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

બાદમાં લાકડી તેમજ પાઇપ વડે હુમલો કરી કાળુભાઇના ખિસ્સામાંથી મોબાઇલ ફોન અને રૂ. રપ૦૦ની રોકડની લુંટ ચલાવી ત્રણેય શખ્સો નાસી ગયા હતા. વધુ તપાસ પીએસઆઇ બી.એસ.જાડેજા ચલાવી રહયા છે.

(3:50 pm IST)