Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ખંભાળિયાના ભાતેલમાં ચૂંટણીનો બહિષ્કાર

વસતિ નહિવત હોવા છતાં બક્ષીપંચના સરપંચ ફાળવાતા વિરોધ વંટોળ

ખંભાળિયા તા. ૨૨ : તાલુકાના ગામડાઓમાં હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ભાતેલ ગ્રામ પંચાયત દ્વારા ચુંટણીનો બહિષ્કાર જાહેર સ્થાનિક રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.

સરપંચ તથા ગ્રામજનોએ સામૂહિક રીતે રજૂઆત કરીને જણાવ્યું છે કે, સરપંચ તરીકે બક્ષીપંચના ઉમેદવાર નિમાયા છે અને ખરેખર વસતિની દ્રષ્ટિએ બક્ષીપંચની વસતિ જ નહીંવત હોય ગ્રામજનો તથા વર્તમાન સરપંચે કોઇ જ દરખાસ્ત કર્યા વગર ફોર્મ પણ ગ્રામજનોએ ના ભરતા ભાતેલ ગામની ચૂંટણી નહીં થાય તેવી સ્થિતિ સર્જાવા પામી છે.(૨૧.૧૯)

 

(2:03 pm IST)