Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

દ્વારકામાં નાતાલ પર્વની ઉજવણી માટે પ્રવાસીઓ ઉમટી પડશે

દ્વારકા તા.ર૧ : વર્ષ ર૦૧૭ ના અંતિમ ચરણમાં જઇ રહી છે અને નાતાલના તહેવારોને કારણે સ્કુલોમાં એક સપ્તાહની રજાઓ દેશમાં આવતી હોવાથી દિવાળીના  વેકેશન બાદ ડીસે-નાતાલના મીની વેકેશનથી યાત્રાધામમાં ફરીથી યાત્રીકોનો ધમ ધમાટ શરૂ થશે જેના માટે સરકારી તંત્ર ત્થા હોટેલ ઉદ્યોગગૃહ અને વેપારીઓ પણ વેપાર ધંધા માટે આગોતરા તૈયારીઓ શરૂ કરી છ.ે

ગુજરાત વિધાનસભાની ચુંટણીના કારણે સમગ્ર રાજયમાં પ્રવાસીઓનો ટ્રાફીક ખુબજ અપુરતો રહેતા સૌરાષ્ટ્રના સોમનાથ જુનાગઢ-દ્વારકા વિગેરેને વેપાર ધંધાની અસર જોવા મળી હતી પરંતુ એક માસના વેકેશન બાદ ફરીથી યાત્રાધામો ત્થા પ્રવાસનના સ્થળો ઉપર દેશ-વિદેશના પ્રવાસીઓથી ધમ ધમવા લાગશે.

કુદરતી વાતાવરણ પણ યોગ્ય અને પ્રમાણમાં સામાનો હોવાથી પ્રવાસીઓને સોળસો કી.મી.ના સમુદ્ર કિનારો માણવા ત્થા ધાર્મિક સ્થળોનો લાભ ખુબજ સારી રીતે માણી શકશે.

(11:37 am IST)