Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

જુનાગઢ જિલ્લાના ૬૧ જમાદાર, કોન્સેટબલને પ્રમોશન અપાયુ

એએસઆઇ અને હેડકોન્સેટેબલની બઢતી

જુનાગઢ તા.૨૧: જુનાગઢ જિલ્લાના ૬૧ જમાદાર અને કોન્સેટેબલને પ્રમોશન આપવામાં આપેલ છે.

એસ.પી.નિલેશ જાજડીયાએ જુનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા ૬૧ પોલીસ કર્મીઓને બઢતી જારી  કરી છે.

જેમાં બિન હથિયાર ધારી ૨૩ હેડ કોન્સટેબલને એસ.એસ.આઇનું અને ૩૧ પોલીસ કોન્સટેબલને હેડ કોન્સટેબલનું પ્રમોશન આપવામાં આવતા પોલીસ કર્મીઓમાં ખુશી વ્યાપી ગઇ છે. ઉપરાંત હથિયાર ધારી ૩ પોલીસ જમાદારને એએસઆઇ અને ૧ કોન્સટેબલને હેડ કોન્સટેબલ બનાવવામાં આવેલ છે.

(11:35 am IST)