Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

વાંકાનેરમાં જીનપરા પાસે ટ્રક ચાલકે યુવાનને ઠોકર મારતા યુવાનનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યુ મોત

મૃતકના ભાઇની ફરીયાદ પરથી સીટી પોલીસે ગુન્‍હો નોંધ્‍યો

વાંકાનેર : વાંકાનેરના જીનપરા જકાતનાકા સર્કલ નજીક રોડ પર ચાલીને યુવાનને ટ્રકના ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા રામજી મંદિર નજીક રહેતા જશુભાઈ કાનજીભાઈ સીતાપરા (ઉ.૬૦) એ વાકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ કાનજીભાઈ સીતાપરા(ઉ.૩૮) જીનપરા જકાતનાકા નજીક ચાલીને નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતા હોય દરમિયાન ચોટીલા તરફથી આવતા આરોપી ટ્રક એમએચ ૧૮ બીજી ૩૮૩૭ ના ચાલકે તેને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તાપવ્સ હાથ ધરી છે

(1:23 pm IST)