Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ભાવનગરમાં પોસ્ટ ઓફીસની તિજોરી તોડતા તસ્કરો : ૧ લાખની ઉઠાંતરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.ર૧ : ભાવનગરના વરતેજ સબ પોસ્ટ ઓફીસમાં ત્રાટકી રાત્રી દરમ્યાન તસ્કરોએ ઓફીસમાં રહેલ તિજોરીમાંથી રોકડ રૂ.૧૦૬૬૩૦ની ચોરી કરી નાસી છૂટયાની પોસ્ટ ઓફીસર  અમીશકુમાર જેન્તીલાલ દેસાઇએ વરતે જ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ઇલે. શોક લાગતા મોત

મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે વાડી વિસ્તારમાં રહેતા મુળ દાહોદના શાપર ગામના વતની બાબુભાઇ હીરકાભાઇ વસાયા ઉ.વ.૪૦ વાડીમાં કામ કરી રહયા હતાં ભારે અકસ્માતે ઇલેકટ્રીક શોક લાગતા તેનું મોત નિપજયું હતું.

(11:27 am IST)