Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સાવરકુંડલાના બાઢડાની શાળામાં રમત-ગમત સ્‍પર્ધા

સાવરકુંડલા : ૩૬ મી નેશનલ ગેમ્‍સ જ્‍યારે ગુજરાત રાજ્‍યના યજમાન પદે ૨૯સપ્‍ટેમ્‍બર થી યોજાય રહી છે ત્‍યારે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં  આવેલી શ્રી એચ  એન વિરાણી હાઈસ્‍કૂલમાં શ્રી  એચ.એન. વિરાણી હાઇસ્‍કુલ બાઢડા અને અનુદાનિત નિવાસી શાળા તેમજ ઈન સ્‍કૂલ બાઢડાના સંયુક્‍ત ઉપક્રમે  રમત ગમત સ્‍પર્ધા આયોજિત કરવામાંઆવી હતી કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને  સાવરકુંડલા તાલુકાના પ્રાંત સાહેબ  ભાલાળા મેડમ . મુખ્‍ય મહેમાનમાં આ સંસ્‍થાના પ્રમુખ તેમજ સાવરકુંડલા લીલીયા તાલુકાના  પૂર્વ ધારાસભ્‍ય   કાળુભાઈ વિરાણી સાહેબ ડીવાયએસપી ચૌધરી  તથા આજુબાજુના ગામોથી પધારેલા સરપંચો અને પૂર્વ સરપંચો જયદીપભાઇ ખુમાણ શાંતિભાઈ શેલડીયા ગોવિંદભાઈ વિરાણી દેવશીભાઈ વીરાણી અંતુ ભાઈ મહેશભાઈ પીપળીયા તથા ગામમાંથી પધારેલા અગ્રણીઓ વાલીઓ કાર્યક્રમની શરૂઆત આશ્રમ શાળાના બાળકો દ્વારા સુંદર મજા સ્‍વાગત ગીત દ્વારા કરવામાં આવી ત્‍યારબાદ નેશનલ કક્ષાએ હાઇસ્‍કુલ ના વિદ્યાર્થીઓ જે રમતગમતમાં નંબરો લાવ્‍યા હોય તેમને -પ્રમાણપત્ર અને શિલ્‍ડઆપીને તેમનું બહુમાન કરવામાં આવ્‍યું આતકે મેસ્‍કોટ અને એથેન્‍સ નું -ોજેક્‍ટર દ્વારા નિદર્શન કરવામાં આવ્‍યું ત્‍યાર બાદ શાળાના પ્રમુખ  તેમજ સાવરકુંડલા તાલુકાના પૂર્વ લોકપ્રિય ધારાસભ્‍ય શ્રી કાળુભાઈ વીરાણી દ્વારા મુખ્‍ય મહેમાન તરીકે પધારેલા સાવરકુંડલા તાલુકામાં જેમણે ચાર વર્ષ સુધી ડી.વાય.એસ.પી.તરીકેની ફરજ બજાવી છે તેવા શ્રી ચૌધરીનું વિદાય બહુમાન શાલ અને પુષ્‍પગુચ્‍છ દ્વારા કરવામાં આવ્‍યું,અને સાવરકુંડલા પ્રાંત મેડમનું સાલ અને પુષ્‍પગુચ્‍છ આપી વિશે સન્‍માન કરવામાં આવ્‍યું હતું ત્‍યારબાદ કાળુભાઈ વિરાણી દ્વારા વિદ્યાર્થીઓને રમતગમત માટે પ્રોત્‍સાહન પૂરૂ પડી રહે તેવું માર્ગદર્શન આપવામાં આવ્‍યું. આ તકે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળા કક્ષાએ સુંદર મજાનું રમત ગમતનું આયોજન થયું હતું જેમકે રસ્‍સા ખેંચ કબડી હેન્‍ડબોલ બાસ્‍કેટબોલ ટેબલ ટેનિસ વિગેરે રમતો સૌ પધારેલા મહેમાનો દ્વારા નિહાળવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન પુરૂ પાડવામાં આવ્‍યું હતું કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યશ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ દ્વારા આભાર વિધિ કરી હતી. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:44 pm IST)