Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પોરબંદરઃ માછીમારોના ડીઝલ પ્રશ્ને કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રીને રૃબરૃ રજુઆત

માછીમારોને મંડળીઓના ડીઝલ પમ્પ ઉપરથી મોંઘુ ડીઝલ મળતુ હોવાની ફરીયાદો દુર કરવા ખાતરી

પોરબંદર તા. ર૧ઃ માછીમારોને જીએફસીસીએ હેઠળની મંડળીઓના ડીઝલ પંપ ઉપરથી મોંઘુ ડીઝલ મળતું હોવાના પ્રશ્નને હલ કરવા કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંહ સાથે મુલાકાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના પ્રતિનિધિ મંડળ અને બોટ એશોસીએશન દ્વારા કરવામાં આવી હતી તેટ્રોલીયમ મંત્રાલયના મંત્રી હરદીપસિઘ પુરી  જી સાથે મુલાકાત કરતા તેઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે.

સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિળાયના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી માછીમાર સેલ ગુજરાત પ્રદેશના કન્વીનર મહેન્દ્રભાઇ જુંગીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે પેટ્રોલીયમ મંત્રાલયના મંત્રી હરદીપસિંહ પુરી જી ને મળ્યા હતા અને માછીમારોને જે ડીઝલ પ્રતિ લીટરે અંદાજીત ૩.૬૦ રૃપિયા મોંઘુ પડે છે તે તાત્કાલીક બજાર ભાવે મળે તે બાબતે રજુઆત અને ચર્ચા કરી હતી. આ રજુઆત સમયે પોરબંદર બોટ એશોસીએશનના રમુખ મુકેશભાઇ પાંજરી, મત્સ્યોદ્યોગ સહકારી મંડળી ડીઝલ વિક્રેતા પ્રતિનિધિ મંડળના સાગરભાઇ મોદી, ભરતભાઇ મોદી, ભાજપ માછીમાર સેલના યુવા અગ્રણી હષ્ર્તિભાઇ શિયાળ પણ સાથે રહ્યા હતા હરદીપસિંહ પુરી જી ને મળવા માટે માનનીય કેન્દ્રીય મંત્રી પુરૃષોતમ રૃપાલાએ અંગત રસ લઇ તાત્કાલીક ટુંકી મુલાકાત ગોઠવી આપતા ભારતીય જનતા પાર્ટી માછીમાર સેલ ગુજરાત પ્રદેશના કન્વીનર મહેન્દ્રભાઇ જુંગી સહિત આગેવાનોએ તેમનો આભાર વ્યકત કર્યો હતો. હરદીપસિંઘ પુરી જી એ હકારાત્મક અભિગમ દાખવીને ટુંક સમયમાં ઓઇલ કંપનીઓ સાથે વાત કરી આ પ્રશ્નનો ઉકેલ લાવી માછીમારોને બજાર ભાવે ડીઝનો જથ્થો મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા કાર્યવાહી હાથ ધરશે તેવી હૈયાધારણા આપી હતી.

માછીમાર આગેવાનોએ વિગતવાર આપેલી માહિત અને ચર્ચા-વિચારણાના અંતે મત્રિી દ્વારા ઓઇલ કંપનીઓ સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકાર ટુંક સમયમાં આ બાબતે માછીમારોના હીતમાં જાહેરાત કરશે તેવું જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત આગેવાનો ગાંધીનગર ખાતે ફીશરીઝ વિભાગના રાજયમંત્રી જીતુભાઇ ચૌધરી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. અને માછીમારોના ગુજરાતના તમામ પડતર પ્રશ્નો ઉપર ચર્ચા કરી હતી. જીતુભાઇ ચૌધરીએ પણ વહેલીતકે માછીમારોની તમામ માંગણીઓ સરકાર પુરી કરશે તેવો અભિગમ દાખવ્યો હતો.

(1:25 pm IST)