Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભુજની સોસાયટીમાં વોકીંગ કરતી યુવતી સમક્ષ ફલાઇંગ કીસ સાથે અશ્લીલ ચેનચાળા કરી યુવાન નગ્ન થઇ જતા ચકચાર

શરમજનક કૃત્ય બાદ ઘરમાં ભરાઇ જનાર વિકૃત યુવાનને રહેવાસીઓએ પોલીસને સોંપ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : ભુજમાં વાસનાંધ બનેલા યુવકે કરેલી વિકૃત હરકતોએ ચકચાર સર્જી છે. ભુજના ખાવડા રોડ ઉપર આવેલ ગીતા કોટેજ સોસાયટીમાં વોકીંગ કરતી ૪૦ વર્ષીય યુવાન મહિલા સમક્ષ ત્યાં રહેતાં યુવાને ફલાઈંગ કીસ કરી અશ્લીલ ચેનચાળા કર્યા હતા.
યુવાનની બિભિત્સ હરકતોથી ડઘાયેલી યુવતી એ રસ્તો બદલાવી પાછી વળી ગઈ હતી. એ દરમ્યાન આ યુવાન તે યુવતીની આગળ થઈ ગયો હતો અને પોતાની બર્મુડા ચડી ઉતારી નાખી હતી. તે સાથે જ યુવતીએ બૂમાબૂમ કરી મુકતા સોસાયટીના અન્ય રહેવાસીઓ દોડી આવ્યા હતા.
જોકે, વિકૃત હરકતો કરનાર યુવાન શકિતસિંગ ઠાકુર લોકોને આવતાં જોઈ પોતાની રૂમમાં ભરાઈ ગયો હતો. પણ, લોકોએ આ વાસનાંધ યુવકને રૂમમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.
ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ યુવાન અગાઉ પણ બિભિત્સ ચેનચાળા હરકતો કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 

(11:24 am IST)