Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

મોટા ખુટવાડા, બોરડી, કીકરિયા સહિતના ગામોમાં બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ: માલણ નદીમાં પાણીની ભારે આવક

ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મોટા ખુટવાડા, બોરડી, કીકરિયા સહિતના ગામોમાં બપોર બાદ અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો છે. મહુવાની માલણ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. ભાવનગરમાં અત્યાર સુધી સિઝનનો 38.05 ટકા વરસાદ વરસ્યો છે. ગારિયાધારમાં 66.26 ટકા, ઘોઘામાં 35.37 ટકા, જેસરમાં 25 ટકા, મહુવામાં 48.12 ટકા, પાલીતાણામાં 47.80 ટકા, શિહોરમાં 21.76 ટકા, તળાજામાં 25.70 ટકા,વલ્લભીપુરમાં સિઝનનો 34.56 ટકા વરસાદ વરસ્યો છે.

(6:38 pm IST)