Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સાવરકુંડલાનાં હાથસણીની સીમમાં ઝેરી અસરથી ૧૧ વર્ષનાં તરૂણનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૧ :.. સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામની સીમમાં ભાગ્યું રાખેલ વાડીએ રણજીત અને જયરાજ રમતા હતાં ત્યારે વાડીએ એક ડોલમાં શેઢા ઉપર કપાસમાં છાંટવા પાણી સાથે જંતુનાશક દવા મીશ્રણ કરેલ હોય જેમાંથી અમારા ભાઇના દીકરા રણજીત પ્રવિણભાઇ ડાભી ઉ.વ.૧૧ પી જતા ઝેરી અસર થવાની પ્રથમ જુનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજયાનું કિશોરભાઇ જીવરાજભાઇ ડાભીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ધમકી

રાજૂલા તાલુકાના ગામે બસ સ્ટેશન પાસે અજયભાઇ બાબુભાઇ ખુમાણ ઉ.૩૭ ને જુના મનદુઃખને કારણે ચંપુ ભીમભાઇ, મુન્નાભા ભલુભાઇ, ભાભલુ ભીખાભાઇ ધાખડાએ પાઇપ, છરી અને કુહાડી ધારણ કરી બાઇકના ગાડ પર પાઇપ મારી ગાડ તોડી ધમકી આપ્યાની રાજૂલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ચોરી

અમરેલી - ચિતલ રોડ મોટામાચીયાળા નજીક તા. ૧૯-૮ ના રાત્રીના બે વાગે ભુપતભાઇ છગનભાઇ સરખેલીયાની ફેકટરી બહાર ખુલ્લી જગ્યામાં તેમના મજૂરો સુતા હતાં. ત્યારે કોઇ ત્રણ અજાણ્યા શખ્સોએ મજૂરોના બે મોબાઇલ રૂ. ૪પ૦૦ ની કિંમતના ચોરી કરી લઇ ગયાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ભગાડી

ધારીમાં મુળ દલખાણીયા હાલ રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં નોકરી કરતા અનુજાતી કર્મચારીની સગીર વયની દિકરીને  રાજકોટ તાલુકાના મોટાવડા ગામના અજય અનિલભાઇ ડાભી લલચાવી ફોસલાવી ભગાડી ગયાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ઇજા

રાજૂલાના રીંગળીયાળા ગામે રહેતા હાદાભાઇ ભવાનભાઇ વાણીયા ઉ.૭૦ ના નાના ભાઇ બાઇક નં. જીજે-૦પ-કે. એચ. ૭પ૮૦ સાથે કોઇ થ્રી વ્હીલર અજાણ્યા ટેમ્પો ચાલકે અથડાવી માથામાં ગંભીર ઇજા કરી ટેમ્પો સ્થળ ઉપર છોડીને નાસી ગયાની ડુંગર પોલીસ મથકમાં હાદાભાઇએ  ફરીયાદ નોંધાવતા બનાવની તપાસ પીએસઆઇ ગોહીલ ચલાવી રહ્યા છે.

(1:05 pm IST)