Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મોરબી ખાતે જન આશિર્વાદ યાત્રાના રૂટ પર કેસરિયો છવાયો

દુધમાં ભેળસેળ કરનાર સામે સખ્ત કાર્યવાહી કરાશે : રૂપાલા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૧: મોરબી જીલ્લામાં આજે ભાજપની જન આશીવાદ યાત્રા આવી પહોચી હતી અને શહેરભરમાં પરસોતમ રૂપાલાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.તો પરસોતમ રૂપાલાએ ખેડૂતોને સિંચાઈ માટે મદદરૂપ થવા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી

ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આશીવાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની આગેવાનીમાં જન આશીવાદ યાત્રા મોરબી શહેરમાં પ્રસ્થાન કર્યું હતું અને શહેરના મુખ્યમાર્ગો પર પરસોતમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો, ઉધોગપતિ સહિતના આગેવાનો સાથે સરકારે કરેલા કામોની ગાથા વર્ણવી હતી.આ તકે ઉર્જા મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી સૌરભભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ભરતભાઈ બોધરા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્ર્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે દુધમાં ભેળસેળ કરનાર લોકો સામે સખત કરવામાં આવશે અને ભેળસેળ રોકવા માટે ટેકનોલોજી વિકસાવવામાં આવશે જે તાલુકા સ્થળ સુધી પહોચાડવામાં આવશે.આ વિષયને ઉઠાવવામાં આવે કે તેની સામે ધ્યાન દોરવું છે તેમ કહી જણાવ્યું હતું કે હાલમાં દુધના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં ભારત નંબર વન પર છે આથી ધણા લોકોને પીડા થાય છે એટલે આપના વ્યવસ્થિત વ્યવસાયને બદનામ કરવા માંગે છે પણ ભેળસેળિયાને બચાવવાનો મારો ઈરાદો સહેજ પણ નથી મોરબી જીલ્લામાં વરસાદ ખેચાયો છે અને સિંચાઈ માટે માળિયા તાલુકાના ખેડૂતો પાણીની રાહ્ય જોઈ રહ્યા છે ત્યારે જણાવ્યું હતું કે સિચાઈનું પાણી મળે તે માટે સ્થાનિક પ્રતિનિધીઓએ મારી સમક્ષ સ્થિતિ વર્ણવી છે અને આ મામલે સિંચાઈ મંત્રી પાસે આ મુદો ઉઠાવીને ખેડૂતોને મદદરૂપ થવા પ્રયાસો કરીશું. 

(1:03 pm IST)