Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાજકોટ જિલ્લા ન્યાય ખાતા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તેમજ કર્મચારી યુનિયનના હોદેદારો બિનહરીફ

રાજકોટ : રાજકોટ જિલ્લા ન્યાય ખાતાના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તથા જિલ્લા ન્યાય ખાતા કર્મચારી યુનિયન (વર્ગ-૩ નું કર્મચારી મંડળ) ની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળી હતી. આ તકે વર્ષ ૨૦૨૦-૨૧ માં નિવૃત્ત થયેલા કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. હોદેદારોની બિનહરીફ વરણી કરાતા રાજકોટ જિલ્લા ન્યાય ખાતા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીમાં ભૃગુરાજસિંહ જાડેજા (પ્રમુખ), રાજેનભાઇ શાહ (માનદ મંત્રી), આનંદ રાઠોડ (ઉપ પ્રમુખ), ધર્મેશ મહેતા (ઉપ પ્રમુખ), દિગ્વીજયસિંહ જાડેજા (પ્રવકતા), રવિ સોલંકી (પ્રવકતા), હરકિશન રામાણી (મીડિયા ઇન્ચાર્જ), કારોબારી સભ્યોમાં વિપુલ ભૂત, દિગ્નેશ ભટ્ટ, રોહીત રાવલ, પરેશ ઠાકર, સમીરસિંહ તલાટીયા, દિલીપ કોલી, પ્રેમલ ગણાત્રા, હિતેષભાઇ પરમારની વરણી કરાઇ હતી. જયારે જિલ્લા ન્યાયખાતા કર્મચારી યુનિયન (વર્ગ-૩ કર્મચારી મંડળ) માં દિગ્નેશ ભટ્ટ (પ્રમુખ), પ્રેમલ ગણાત્રા (સેક્રેટરી), ધર્મેશ મહેતા (ઉપપ્રમુખ), ભૃગુરાજસિંહ જાડેજા (ઉપપ્રમુખ), સચિન ઠાકર (જોઇન્ટ સેક્રેટરી), પિયુષ રૈયાણી (પ્રવકતા), ચેતન રાઠોડ (પ્રવકતા), વ્યવસ્થાપક સભ્યોમાં રાજેન શાહ, રીપલ વોરા, રોહિત રાવલ, મનિષ પંડયા, આનંદ રાઠોડ, મહેશ પરમાર, હરેશ ભાડલીયા, અબ્દુલ સીંધી, મેઘજી આહીર, ધવલ ભુંભરીયા, દિગ્વીજયસિંહ જાડેજા, કીરીટ ચૌહાણ, યજ્ઞેશ જોષી, પિયુષ કારીયાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે ભૃગુરાજસિંહ જાડેજા (પ્રમુખ), રાજેન શાહ (માનદ મંત્રી), આનંદ રાઠોડ (ઉપપ્રમુખ), ધર્મેશ મહેતા (ઉપપ્રમુખ) તરીકે સતત પાંચમી વખત તથા યુનિયનમાં દિગ્નેશ ભટ્ટ (પ્રમુખ) પ્રેમલ ગણાત્રા (સેક્રેટરી), ધર્મેશ મહેતા (ઉપપ્રમુખ), ભૃગુરાજસિંહ જાડેજા (ઉપપ્રમુખ) તરીકે સતત ત્રીજી વખત બિનહરીફ વરણી પામતા તેઓ સર્વેનું આ તકે વિશેષ સન્માન કરાયુ હતુ.

(12:01 pm IST)