Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

દેવભુમી દ્વારકા જિલ્લામાં મેડીકલ ઓફીસરો એમબીબીએસ તબીબોને ચાર માસથી પગાર નથી મળ્યો !!

ખંભાળીયા તા.૨૧ : દેવભૂમી દ્વારકા જિલ્લા સહિત રાજયમાં કોરોના સમયે આરોગ્ય વિભાગ દ્વારા સામુહીક રીતે નવા એમબીબીએસ થયેલા અનેક આરોગ્ય કેન્દ્રોમાં ચારેક માસ પહેલા નિમણુક અપાઇ હતી તથા ચાર ચાર માસથી કોરોના સંદર્ભમાં સારી કામગીરી પણ આ તબીબોએ કરી છે તથા આને લીધે વર્ષોથી ખાલી જગ્યાઓ ભરાઇ છે ત્યારે આ નવા એમબીબીએસ તબીબોને ચાર ચાર માસથી પગાર જ ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

ડોકટર તરીકેની સૌપ્રથમ મહત્વની ગણાતી નોકરી અને તેમા ચાર ચાર માસથી જયારથી નિમણુંક થઇ ત્યારથી જ પગાર ન થતા કેટલાક તબીબો મુશ્કેલીમાં મુકાયા છે.જો કે રાજયના દ્વારકા જિલ્લા સહિત દશેક જિલ્લામાં જ પગાર અપાયો નથી. બાકીના જિલ્લાઓમાં રેગ્યુલર પગાર ચુકવાઇ ગયો છે ત્યારે અસંતોષની લાગણી ફેલાઇ છે.

(11:53 am IST)