Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ધોરાજીમાં શ્રી રામદેવ ભક્તિ માનસ કથા પાટોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડયું

હિન્દુ ધર્મમાં પણ આદિકાળથી પીરની પરંપરા છે પાંચ ખંડમાં પૂજાઈ તેને પીર કહેવાય: માત્ર મુસ્લિમોમાં જ પીર કહેવાય એવું નથી ભગવાન કહેવાતા હતા:પૂ. મહંત શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રીજી દાદાબાપુ:ભક્તિ માનસ કથામાં પૂજ્ય શાસ્ત્રી દાદાબાપુએ સ્ત્રીભ્રૂણ હત્યા નહીં કરવા બાબતે સોગંદ લેવડાવ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીના કુંભારવાડા સોનાપુરી પાસે આવેલ સનાતન ધામ શ્રી નાનકશાની જગ્યા શ્રી રામદેવજી મહારાજ મંદિરના ચતુર્થ પાટોત્સવ નિમિત્તે શ્રી રામદેવ ભક્તિ માનસ કથા પાટોત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 16થી 22 રવિવાર સુધી ભવ્ય પાટોત્સવ શ્રી રામદેવ ભક્તિ માનસ કથા પાટોત્સવમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું છે

શ્રી રામદેવ ભક્તિ માનસ કથા પાટોત્સવ રામદેવજી મંદિર ધોરાજી સનાતન ધામના મહંત શ્રી ભીખુદાસબાપુ નાનકના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રામદેવ ભક્તિ માનસ કથા કથાના મુખ્ય વક્તા પદે પરમ પૂજ્ય મહંત શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રીજી દાદા બાપુની મધુર વાણી દ્વારા ભગવાન શ્રી રામદેવજી મહારાજ ભક્તિ માનસ કથા નો રસપાન કરાવી રહ્યા છે
આ પ્રસંગે કથાના મુખ્ય વક્તા શ્રી પૂજ્ય મહંત શ્રી રાધે કૃષ્ણ શાસ્ત્રીજી દાદા બાપુએ કથાનું રસપાન કરાવતા જણાવેલ કે હિન્દુ ધર્મમાં પણ આદિકાળથી પીરની પરંપરા છે પાંચ ખંડમાં પૂજાઈ તેને પીર કહેવાય  માત્ર મુસ્લિમો માંજ પીર કહેવાય એવું નથી ભગવાન રામદેવપીર કહેવાતા હતા..હિન્દુ ધર્મમાં બિલ ની પરંપરા આદિકાળથી ચાલી આવી છે અને અનેક સ્થાનો પર હિન્દવાપીર છે અને ભગવાન રામદેવપીર ને પણ પીર કહેવાતા હતા મૃત્યુ બાદ પણ જેને જીવ આપે એને પીરાણા કહેવાય જે વિષય ઉપર ખૂબ જ મહત્વની શાસ્ત્રોકત માહિતી આપી હતી
શાસ્ત્રી દાદાબાપુ એ ખૂબ જ મહિલાઓ માટે ટકોર કરતા જણાવેલ કે એક બાજુ મહિલાઓ માતાઓ અને માતાની પૂજા કરે છે ખોડીયારમાં ચામુંડા મા રાંદલમાં અંબે મા નવદુર્ગામા હવે વિગેરે માની પૂજા સૌથી વધારે મારી માતાઓ બહેનો કરે છે
એટલું જ નહીં મા રાંદલ ના લોટા પણ દરેક હિંદુઓના ઘરમાં ઉત્સવ દ્વારા લેવામાં આવે છે અને મા રાંદલ ના લોટા જ્યારે લેવામાં આવે છે ત્યારે દીકરીઓ ની પૂજા ગોરણી દ્વારા કરવામાં આવે છે ત્યારે દીકરીઓને માતા સ્વરૂપે માનવામાં આવે છે અને એ જ પૂજા કરનારી માતા સ્ત્રીભુણ હત્યાના માધ્યમથી દીકરીઓની હત્યા કરે છે આ કઈ પ્રકારનું પાપ ....?..
એક બાજુ દીકરીઓને પૂજા અને બીજી બાજુ એજ દિકરીયું સ્ત્રીભ્રૂણ હત્યા કરે....? સ્ત્રી ભ્રૂણ હત્યા માં સૌથી વધુ સાસુ નો હાથ હોય છે...? પરંતુ સાચું ને ખબર નથી કે મારા દીકરા માટે પણ આ બીજા ની દીકરી આવી છે અને હું એ ફરીથી દીકરીની હત્યા કરૂ..?
ચેતજો બહેનો એક દીકરીની હત્યા કરવાથી અનેક મોટાં પાપ લાગે છે એટલું જ નહીં તમારા દીકરા પણ કુવારા રહેશે જેથી જો મા જગદંબાને તમે માનતા હો અને દીકરીને માતા સ્વરૂપ ગણતા હોય તો આજથી જ સંકલ્પ સાથે સોગંદ લઉં છું કે હું ક્યારેય સ્ત્રીભ્રૂણ  હત્યા થવા નહીં દઉં... આ પ્રકારે તમામ મહિલાઓ પાસે સોગંદ લેવડાવ્યા હતા
અને જણાવેલ કે જેમના ઘરે દીકરી નો જન્મ હશે અને દીકરો નહીં હોય તેને વાંજ્યા નહીં કહેવાય.. દીકરો માત્ર એક ઘર ને તારે છે જ્યારે દીકરી બે ઘર ને તારે છે એટલે શાસ્ત્રોમાં દીકરીઓનું માતાનો વધારે સ્થાન છે
Sanjay વિસ્તૃત માહિતી આપી હતી અને ભગવાન રામદેવ મહારાજના ભક્તિ માનસ કથાના દિવ્ય પ્રસંગોની કથાઓ વર્ણવી હતી
આ પ્રસંગે ધોરાજી રામદેવજી મહારાજ મંદિરના મહંત શ્રી ભીખુદાસ બાપુ નાનક તેમજ પૂજ્ય શ્રી હર્ષદ બાપુ નાનક મયુર બાપુ નાનક પૂજારી માનવ બાપુ નાનક વિગેરે એ પધારેલા સંતો સનાતન સેવા આશ્રમ ના મહંત શ્રી જેઠીરામ બાપુ વિગેરે સંતો મહંતોનું સન્માન કર્યું હતું
આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા ધોરાજી લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ ના પ્રમુખ કિશોરભાઈ બાલધા સહકારી અગ્રણી જે ડી બાલધા સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી જાણીતા બિલ્ડર મનોજ ભાઈ રાઠોડ નયનભાઈ કુહાડીયા ભરતભાઈ બગડા ધોરાજી શહેર ભાજપના મંત્રી ધીરુભાઈ કોયાણી ધોરાજી શહેર યુવા મોરચાના પ્રમુખ મીત પટેલ વિગેરેનો તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ બાલધા તેમજ અશોકભાઈ બાલધા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
શ્રી રામદેવ ભક્તિ માનસ કથા પાટોત્સવ પ્રસંગે દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ સાથે દરરોજ મોટી સંખ્યામાં ધર્મ ધુરંધર સંતો મહંતો પધારી રહ્યા છે અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે કથા વિરામ તારીખ 22 ને રવિવારના રોજ પુર્ણાહુતી યોજાશે
શ્રી રામદેવ ભક્તિ માનસ કથા પાટોત્સવ અને સફળ બનાવવા માટે સર્વે સનાતન મંડળ ના નકશા ની જગ્યા સોનાપુરી ના યુવકો ભાઈ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે

(10:07 pm IST)