Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

અમરેલીના નાના ભંડારીયા મોટા આંકડીયા વચ્‍ચે અકસ્‍માતમાં મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૧ : નાના ભંડારીયા મોટા આંકડીયા તરફ પેટ્રોલપંપથી થોડે દુર ઘનશ્‍યામભાઇ ટિકાભાઇ સાંકીયા (રે.સા.કુંડલાાના ભત્રીજા રવીભાઇ જગાભાઇ, નાનાભાઇ મયુરની મો.સા. જીજે ૧૩ એડી ૭૩૬૪ લઇને ઘનશ્‍યામભાઇ તથા તેનો નાનોભાઇ મયુર તથા કાકાના દિકરો અજયભાઇ જસરામભાઇ સોરીયા સા.કુંડલાથી કમર કોટડા જતા હતા.  ત્‍યારે નાના ભંડારીયા આગળ  મોટા આંકડીયા તરફ ચિરાગ વિનુભાઇ હીરપરા ફોર વીલ જીજે - કે.જે. ૯૯૩૧ પુરઝડપે અને બે  ફીકરાઇથી ચલાવી રોગ સાઇડમાં આવી બાઇક સાથે અથડાવી  મયુર તથા અજયને ગંભીર ઇજા પહોંચાડી મયુરને ગંભીર ઇજા થયેલ હોવાથી રાજકોટ દવાખાને લઇ જતા ફરજ પરના ડોકટરે તપાસી  જાહેર કરેલ આ બનાવ અંગે મોત નીપજાવી ગંભીર ઇજા કર્યાની ફોરવ્‍હીલ ચાલક સામે ઘનશ્‍યામભાઇએ અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પીએસઆઇ એ.વી.સરવૈયા ચલાવી રહયા છે.

(1:43 pm IST)