Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

મનનો ખોરાક છે સત્‍સંગઃ પૂ.રમેશભાઇ ઓઝા

ગોંડલના રીબડામાં મહિપતસિંહ જાડેજા પરિવાર આયોજીત શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનો બીજો દિવસઃ રાઘવજીભાઇ પટેલ સહિત આગેવાનોની ઉપસ્‍થિતી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૧:  રીબડા ખાતે શ્રી મહીરાજ બજરંગબલી ટ્રસ્‍ટ માજી ધારાસભ્‍ય  મહિપતસિંહ ભાવુભા  બાપુ જાડેજા પરીવાર દ્વારા ગઇકાલથી પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે.

જેમાં જાડેજા પરીવારના રાજેન્‍દ્રસિંહ  જાડેજા, અનિરૂધ્‍ધસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, સત્‍યજીસિંહ જાડેજા દ્વારા કથાનું સુંદર આયોજન કરેલ છે અને ઉનાળાની ગરમીને ધ્‍યાનમાં લઇ વિશાળ ડોમ ઉભો કરાયો છે. જેમાં એરકુલરો ગોઠવાયા છે અને તમામ ભાવીકો માટે ખુરશી અને મહાનુભાવો માટે સોફાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ કથા મંડપમાં ૩૦ હજાર લોકો કથા શ્રવણ કરી શકે તેવી વ્‍યવસ્‍થા ગોઠવાય છે તેમજ ભોજન પ્રસાદીની પણ અલાયદી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

આ કથામાં આસપાસના ગામડાઓના ભાવીકો અને દેશ-વિદેશથી આમંત્રીત મહેમાનો અને સમાજના આગેવાનો કથા શ્રવણ કરવા આવી રહયા છે ત્‍યારે અનિરૂધ્‍ધસિંહ જાડેજા અને પરિવાર દ્વારા તેમના માર્ગદર્શન હેઠળ સ્‍વયંસેવક ભાઇઓ-બહેનો સંપુર્ણ વ્‍યવસ્‍થા જાળવી રહયા છે. આજે રાજયના કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલ ઉપસ્‍થિત રહયા હતા.

પુ.રમેશભાઇ ઓઝાએ આજે બીજા દિવસે કથાનું રસપાન કરાવતા જણાવ્‍યું હતું કે, માણસને જીવવા માટે અન્નજળની નિત્‍ય આવશ્‍યકતા રહે છે તેના પ્રાણ અન્નજળમય છે. શરીરને ટકાવવા પ્રાણવાયુની જરૂર છે.

મનનો ખોરાક છે સત્‍સંગ તમારૂ શરીર અન્નજળથી બની રહેશે. બળનો સંચાર થયા વિના સત્‍સંગ વગર ધ્‍યાન વગર મન નબળુ પડતું જાય છે. માણસ જલ્‍દી નિરાશ થઇ જાય અંધશ્રધ્‍ધાનો શિકાર બની જીવન માટે અશાંતિ હોય બહારથી ભલે સુખી હોય અંદરથી દુઃખી હોય રોજ સવારે ઉઠી ભગવાનનું સ્‍મરણ કરો રોજ પરબ્રહ્મનું ચિંતન કરો હકીકતમાં ભીતરથી શાંત હોય જેને ધ્‍યાનનો અભ્‍યાસ છે.

તમે પુજા કરવા બેસો ત્‍યારે ભુદેવો દેવોની પુજા કરાવે ત્‍યારે પેલા ધ્‍યાન કરાવે. પહેલા ગણપતીનું મહાદેવનું ધ્‍યાન વિષ્‍ણુ ભગવાનનું ધ્‍યાન પહેલા બ્રાહ્મણ ધ્‍યાન કરે પછી આહવાન કરાવે અને પછી સ્‍થાપન દેવતાઓનું સંસ્‍થાપન પછી બિરાજમાન કરીએ. આપણે આ સદગુરૂ મહાપુરૂષોની આગતા સ્‍વાગતા  કરીએ એ રીતે દેવોને આહવાન કરીએ મુર્તિ પુજા બહુ શાષાીય છે. વેદો કહે છે તેનો ભાવ જુદો છે આજે કાંઇ છે બધુ પરમાત્‍માનું સ્‍વરૂપ છે.

આપણા ભગવાન આસમાનમાં જ નથી રહુેતા આપણા પરમારત્‍મા આપણી સાથે જ છે. ભગવાન કયારેય જીવને એકલો છોડતા નથી જે છે પણ આપણે પરમાત્‍માને જાણયો નથી. હિરણ્‍યકશીપુએ પ્રહલાદને પુછયુ કે કયા છે તારો ભગવાન તો પ્રહલાદ કહે કયાં નથી મારો ભગવાન તમને બોલાવે તે ભગવાન છે.

આપણો ભગવાન સતત આપણી સાથે છે પણ આપણી દ્રષ્‍ટિ કયારેક એના ઉપર કયારેક સંસાર ઉપર જડ ચેતન હરકણ હરક્ષણમાં પરમાત્‍માનો વાસ છે. કણકણમાં હોય એ મુર્તિમાં કે મન હોય પ્રહલાદને થાંભલામાં ભગવાનના દર્શન થયા ઘણાને ભગવાન પાણો લાગે છે શ્રધ્‍ધા છે તો ભગવાન છે જે નથી માનતા એના માટે નથી અને જે માને છે એના માટે ભગવાન છે જેવી જેની શ્રધ્‍ધા તેવો તેનો  તેજ મનને ધ્‍યાનની જરૂર છે વિકસીત મન કયારેક માનસીક રોગ તરફ લઇ જાય પણ ભાગવત તમને નબળા પડતા અટકાવે હનુમાન ચાલીસા તમને મજબુત બનાવે નિર્ભય બનાવે છે.

ગાંધીબાપુ નાના હતા ત્‍યારે બહુ ડરતા હતા તેના ત્‍યા કામ કરતા બહેને રામ નામ લેવા જણાવેલ કે તેના નામથી ડર ભાગી જશે બાળપણના સંસ્‍કારોની ઇમ્‍પેકટ મજબુત હોય છે પાકે ઘડે કાઠા ન ચડે નાનપણથી બાળકને સંસ્‍કાર આપો અને બાળક મોહન ગાંધી બાપુ નિર્ભય થયા અંગ્રેજોનું બંદુક ડરાવી ન શકી તેનું સત્‍ય ભય કઢાવી નાખે છે.

મનને નિરાશ થતુ રોકે તે ભગવાનનો વિશ્વાસ ભગવાનનું નામ શરણ તમને નિર્ભય કરે માણસ અશાંત થાય તેને કારણે રોગોનું ઘર બને. સાત દિવસની કથા શુકદેવજીએ સંભળાવી અને પરીક્ષીતનો મોક્ષ થયો હતો કથા શ્રવણ નિત્‍ય સત્‍સંગની આજે જરૂર છે. આ આયોજનમાં કથા સાત દીવસ મળી પણ ભાગવત કથા નિયમીત સાંભળવી જરૂરી છે. દવાની જેમ ત્રણ વાર પુજા ધ્‍યાન કરો.

પૂ. રમેશભાઇ ઓઝાએ કહ્યું કે મુહતિની ભુખ લાગે ત્‍યારે કથા મળે છે. કથા શું છે ગંગાજીનો મહિમા ગંગા પૂજન વિશે ગંગામા ચરણ પડી જાય એટલે વિષ્‍ણુ મય બનાવી દે. ગંગામાં ડુબકી લગાવાથી ગંગા આપડી માથે આવે છે. ગંગા સ્‍નાન આપણને શિવરૂપ બનાવી દે છે. ગંગા બ્રહ્માના ક્રમંડળમા છે ગંગા સ્‍નાન પ્રાપ્ત થાય ભગવાન આપણને કુવા જેવા કરે ટાકી જેવાનો કરે કુવામાં પ્રવાહ આવ્‍યા જ   કરે ટાકી ભરાય પણ પ્રવાહનો કુવામાંથી ગાળ કાઢીયે તો પ્રવાહ આવે એમ આપણા જીવનમાં કાઢવા જેવું હોય તે કાઢીએ તો જીવનમાં નવા નીર આવે છે.

ગઇકાલે પ્રથમ દિવસે કથામાં શ્રી માધવપ્રીય સ્‍વામી એસઓવીપી ગુરૂકુળ રીબડા, શ્રી પ.પૂ. ૧૦૦૮ મહા મંડલેશ્વર મુકતાનંદબાપુ ચાપરડા, તથા અન્‍ય સંતો તથા રાજ દ્વારેથી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાં પુર્વ શિક્ષણ મંત્રી, ગુજરાત રાજય તથા મહેમાનોનું મહિપતસિંહજી જાડેજા તથા અનિરૂધ્‍ધસિંહ જાડેજા તથા રાજદિપસિંહ જાડેજા પરિવાર દ્વારા સન્‍માન કરાયું હતું.

(1:20 pm IST)