Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ભાવનગર બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર, અક્ષરવાડીનો ૧૬મો પાટોત્‍સવ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૧:મંદિરો ભારતીય સંસ્‍કૃતિનું અવિભાજય અંગ છે. સમાજનાં સર્વાંગી ઉત્‍કર્ષ માટે ભગવાન સ્‍વામિનારાયણે પ્રારંભ કરેલ મંદિરોની પરંપરા બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ સંસ્‍થા દ્રારા આજ પર્યંત ચાલુ છે. બી.એ.પી.એસ.નાં મંદિરો આપણાં સંસ્‍કારો, કૌટુંબિક મૂલ્‍યોની રક્ષા કરે છે. શૈક્ષણિક સંભાળ રાખે છે. પરમ શાંતિ અને પરમાત્‍માની પ્રાપ્તિ કરાવે છે. વ્‍યસન મુકત આદર્શ સમાજનું નિર્માણ કરે છે. સામાજિક પ્રવૃતિનું કેન્‍દ્ર સ્‍થાન છે.
આવા જ પરમ પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજ દ્રારા પ્રતિષ્ઠિત અને પરમ પૂજય મહંત સ્‍વામી મહારાજ દ્રારા કાયર્ાિન્‍વત બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર, અક્ષરવાડી, ભાવનગરનો૧૬ મો પાટોત્‍સવ સંસ્‍થાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂ. નારાયણમુનિ સ્‍વામીની ઉપસ્‍થિતિમાં ૨૨ મે રવિવારના રોજ ઉત્‍સાહ અને ઉમંગભેર ઉજવાશે.
પાટોત્‍સવ ઉપક્રમે ૨૧ મે શનિવારે રાત્રે ૯ થી ૧૧ અક્ષરવાડી ખાતે અમદાવાદ યુવક મંડળ દ્વારા ભવ્‍ય કીર્તન આરાધનાનો લાભ પ્રાપ્ત થશે. ૨૨ મે રવિવાર પાટોત્‍સવ દિવસે સવારે ૭ થી ૮ મૂર્તિઓની અભિષેક વિધિ, સાંજે ૪.૩૦ થી ૫.૩૦ મહાપુજા વિધિ તેમજ અન્નકૂટ આરતી થશે. સાંજે ૬ થી ૮ દરમ્‍યાન પાટોત્‍સવ સમારોહ યોજાશે.

 

(11:12 am IST)