Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

પોરબંદરઃ આધારકાર્ડ સાથે પાન કાર્ડને લીન્‍ક કરવાની મુદત વધારવા માંગણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧: આધારકાર્ડ સાથે પાન કાર્ડને લીન્‍ક કરવાની મુદત વધારવા તથા આ કામગીરીમાં પેનલ્‍ટી માફ કરવા સામાજીક અશ્વીનભાઇ મોતીવરસે માંગણી કરીને ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવેલ કે આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીન્‍ક કરાવવા માટે શહેરમાં મનસ્‍વી રીતે સર્વિસ ચાર્જ લેવાય છે. આધારકાર્ડ સાથે પાનકાર્ડ લીન્‍ક કરવા માટે કેટલીક જગ્‍યાએ ર હજાર લ્‍યે છે.

ઉપરાંત વધારાની ૧૦૦ થી ૩૦૦ નો સર્વિસ ચાર્જ મનફાવે તે રીતે લેવાય છે. શહેરમાં લઘુતમ વેતન ધારા હેઠળના કામદારોનો આવા ખર્ચ પોષાતા નથી. આધારકાર્ડ સાથે પાન કાર્ડ લીન્‍ક કરવા મુદત વધારવા અને આ માટેની પેનલ્‍ટી માફ કરવા માંગણી ઉઠી છે.

(1:13 pm IST)