Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

ગોંડલમાં રામગર બાપુ ટ્રસ્‍ટ દ્વારા પશુ આરોગ્‍ય કેમ્‍પ યોજાયો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૨૧ : શ્રી રામગરબાપુ ગૌસેવા ટ્રસ્‍ટ ગોંડલ ગૌશાળા ખાતે પશુપાલન વિભાગ , જિલ્લા પંચાયત રાજકોટ , તેમજ પશું દવાખાના ગોંડલ દ્વારા  પશુ આરોગ્‍ય કેમ્‍પ નું આયોજન કરાયું હતું.જેમા ડૉ. એસ. એલ. જીવાની  રાજકોટ દ્વારા દીપ પ્રગટાવી આ કેમ્‍પનો પ્રારંભ કરાયો હતો.ગોંડલ ના ડૉ. પ્રજ્ઞેશ ભાઈ માંદરિયા , પશુધન નિરીક્ષક રાસડીયા, ટીલવા, મર્વલિયા, મેસરિયા, ડેલા વગેરેએ સેવા આપી હતી. શ્રી રામગરબાપુ ગૌશાળા ની ૧૨૦ જેટલા પશુનું ચેક અપ કરી રસીકરણ સારવાર તથા બિનઉપજાઉ ૨૩ જેટલા બાંગ્રા ખુંટને રસીકરણ કરી નિયંત્રીત કરવામાં આવ્‍યા હતા.

આ તબક્કે સ્‍વ. દિવાળીબેન બલ્લભભાઈ પરસાણા પરિવારના મનસુખભાઈ હસ્‍તે બીમાર ગાયોને ગરમીથી રાહત રહે તે માટે  એર-કૂલર અર્પણ કરવામાં આવ્‍યું હતું. આ કેમ્‍પને સફળ બનાવવા માટે રામગરબાપૂ ટ્રસ્‍ટ ના ડૉ નિર્મળ , જયકરભાઈ જીવરાજાની, કેતનભાઈ માંડલિયા, રમેશભાઈ વેકરીયા, હરિભાઈ પરમાર, રાજુભાઈ ભજીયાવાળા, ભીખાભાઈ, સંજયભાઈ, રાહુલભાઇ, તુષારભાઈ, જયદીપભાઈ, બ્રીજેશભાઈ, મિતરાજભાઈ, ધર્મરાજભાઈ , ગૌતમભાઈ, અરવિંદભાઈ વગેરે જેહમત ઉઠાવી હતી . ગૌમંડળ ગૌસેવા ટ્રસ્‍ટના ગોરધન ભાઈ પરડવા  ઉપસ્‍થિત રહ્યા હતા.ગૌભક્‍ત સંત શ્રી રામગરબાપુ દ્વારા સ્‍થપાયેલ ગૌસેવા ટ્રસ્‍ટ ૩૩ વર્ષ થી બીમાર-નધણીયાતી- અંધ- અપંગ - અશક્‍ત-અકસ્‍માત પામેલી લુલી-લંગડી ગાયોને દવા સારવાર તથા સાચવવાનું કાર્ય  ગૌસેવકો દ્વારા કરવામાં આવે છે તેમજ  દરરોજ રાત્રે શહેર ભરના ૧૫ સ્‍થળોએ નિયમિત ઘાસચારો નાખવામાં આવે છે

(11:32 am IST)