Gujarati News

Gujarati News

News of Tuesday, 21st March 2023

દામનગરમાં ટેકાના ભાવથી ચણાની ખરીદીનો પ્રારંભ

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા એમએસપીથી ખરીદી આશીર્વાદરૂપ

(વિમલ ઠાકર દ્વારા)દામનગર તા. ૨૧ :  સમગ્ર દેશમાં સરકાર દ્વારા તુવેર તથા ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવેલ છે. ત્‍યારે ધારી ખાતે માર્કેટ યાર્ડમાં સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનથી ભાવનાબેન ગોંડલીયાના નેતળત્‍વમાં એફ પી ઓ દ્વારા ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જેમાં પ્રથમ દિવસે ૫૦ ઉપરાંત ખેડૂતોએ લાભ લીધો હતો.

આ તકે ઇફકોના ડેપ્‍યુટી જનરલ મેનેજર ડોક્‍ટર આરપીએસ યાદવ ઉપસ્‍થિત રહી ખેડૂતોને માર્ગદર્શન સાથે કાર્યવાહી નિહાળી હતી. તેઓએ જણાવ્‍યું હતું કે સરકાર દ્વારા એફપીઓના માધ્‍યમથી ખેડૂતોને અનેક સુવિધાઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. સમગ્ર દેશમાં ધારી એફપીઓ મોખરે કામ કરી રહી છે એવા સમયે પ્રથમ જ વર્ષમાં ૧૩૯૦ સભાસદ જોડાઈને એફપીઓને મજબૂત બનાવી રહ્યા છે, આગામી દિવસોમાં ખેડૂતોની તમામ જણાશ વેચવા માટે સરકારની અલગ અલગ યોજનાઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે સંસ્‍થાનું મેનેજમેન્‍ટ તેમજ ખેડૂતોની સ્‍વયંસશીસ્‍ત  પ્રશંશનીય છે .

આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનસુખભાઈ ભુવાએ મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયાને તેમજ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા. અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા એ ખેડૂતો તથા મહિલાઓની સેવાકીય પ્રવળત્તિને યાદ કરી બિરદાવી શુભકામના પાઠવી હતી.

કાર્યક્રમમાં ધારી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ અતુલભાઇ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી, માર્કેટિંગ યાર્ડના ડાયરેક્‍ટરો ગુજકોમાસોલના જિલ્લા અધિકારી ભરતભાઈ મોરી, ગોડાઉન મેનેજર ચુડાસમા તથા iffdcના પ્રોગ્રામ ઓફિસર રાકેશ આમટે સહિતના આગેવાનોએ ઉપસ્‍થિત રહી શુભેચ્‍છા પાઠવી હતી .

મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા એ જણાવેલ હતું કે  ધારી તાલુકામાં ૩૧૦૦ જેવા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરેલ છે.  પ્રથમ વર્ષે જ ૧પ% ડિવિડન્‍ડ ખેડૂતોને ફાળવવાનો નિર્ણય લીધો હતો. ધારી તાલુકાના વધુમાં વધુ ખેડૂતો મંડળીની તમામ યોજનાઓનો લાભ લે તે માટે મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા એ અનુરોધ કરેલો હતો. સાથે ધારી કાયમ માટે ખેડૂત સુવિધા કેન્‍દ્ર મંડળી દ્વારા શરૂ કરેલ છે. જેનો લાભ લેવા વિનંતી કરેલ કાર્યક્રમને સફળ બનાવવા મંડળીના બોર્ડ ઓફ ડાયરેક્‍ટર સ્‍ટાફ તેમજ ખેડૂતોએ સહકાર આપેલ હતો.

(10:24 am IST)