Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કુતિયાણામાં ચૂંટણીના મનદુઃખથી આંખમાં ઝેરી સ્પ્રેનો ફુવારો છાંટયો

નગરપાલીકાના પુર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાના ભત્રીજા સામે પોલીસ ફરીયાદઃ ઢેલીબેન સામે ઉમેદવારી નોંધાવતા ડખ્ખો

પોરબંદર, તા., ર૧: નગરપાલીકાની ચૂંટણીમાં નગર પાલીકાના પુર્વ પ્રમુખ સામે નોંધાવેલી ઉમેદવારીનું મનદુઃખ રાખીને આંખમાં ઝેરી સ્પ્રે  છાંટીને મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

કુતિયાણાના દિપકભાઇ નાથાભાઇ ઓડેદરાએ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે, નગર પાલીકાની ચુંટણીમાં નગરપાલીકાના પુર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા સામે પોતે ઉમેદવારી નોંધાવી હતી. જેનું મનદુઃખ રાખીને ઢેલીબેનના ભત્રીજા વિક્રમ ભીખુએ આંખમાં સ્પ્રે છાંટીને મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ ફરીયાદમાં જણાવેલ કે, દિપકભાઇ ઓડેદરાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેનું મનદુઃખ રાખીને ગાળો કાઢી ઝેરી સ્પ્રે છાંટયો હતો. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)