Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

અમરેલીઃ જીલ્લામાં વીજ ચેકિંગઃ ર૧ લાખની ચોરી ઝડપાઇ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૧: અમરેલી ડીવીઝન બે દ્વારા કોર્પોરેટ  ડ્રાઇવમાં બગસરા, કુંકાવાવ, ધારીમાં ૪૦ ટીમોએ ત્રાટકી વિજ ચેકિંગ કર્યુ હતુ. જેમાં જેઠીયાવદર, મુંજીયાસર, પીપરીયા, નાજાપુર, ખજુરી પીપળીયા, અમૃતપુર અને કુંકાવાવ તથા ધારીના ગામોમાં પણ ત્રાટકી સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ. જેમાં રેસીડેન્‍ટનાં પ૧પ અને કોમર્શીયલ ૩૭ તથા ખેતીવાડીના ૧૦ જોડાણો મળી કુલ પ૬ર જોડાણો ચેક કરતા ૯૯ જોડાણોમાં ગેરરીતિ જોવા મળી હતી. જે અંદાજીત ર૧.૯ લાખ હોવાનું વિજ સુત્રોએ જણાવ્‍યું છે.

(2:21 pm IST)