Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

અમરેલીમાં ૩૩માં રાષ્‍ટ્રીય રોડ સેફટી વિક કાર્યક્રમ

અમરેલી : શ્રી ખેતીવાડી ઉત્‍પન્‍ન બજાર સમિતિ - અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલ મુખ્‍ય યાર્ડમાં ૩૩માં રાષ્‍ટ્રીય રોડ સેફટી વીક અંતર્ગત કલેકટર અમરેલીના માર્ગદર્શન હેઠળ એ.આર.ટી.ઓ. અમરેલી તથા જિલ્લા ટ્રાફિક અમરેલી વિભાગ દ્વારા  રોડ સેફટી અવરનેસ અંતર્ગત માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં અમરેલી જિલ્લા આર.ટી.ઓ. ઓફિસર શ્રી પઢીયાર તથા તેમની ટીમ તેમજ જિલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા ખેડુતભાઇઓ તથા વાહન  ધારકોને વાહન અકસ્‍માત નિવારવા રોડ સેફટી અંગે ખુબ જ સરસ માર્ગદર્શન પુરૂ પાડેલ તથા યાર્ડમાં આવેલ તમામ વાહનોમાં વિનામૂલ્‍યે રેડીમેડ પટીઓ લગાવી આપેલ તથા વાહન ચલાવતી વખતે સીટબેલ્‍ટ બાંધવા, હેલ્‍મેટ પહેરવા, મોબાઇલનો ઉપયોગ ન કરવા તથા ટ્રાફિક નિયમોનુ ચુસ્‍તપણે પાલન કરી સહયોગ આપવા અનુરોધ કરેલ આ સેમીનારમાં યાર્ડમાં આવેલ બહોળી સંખ્‍યામાં ખેડુતો તથા વાહન ધારકોએ ઉપસ્‍થિત રહીને માર્ગદર્શન મેળવી ૩૩માં રાષ્‍ટ્રીય રોડ સેફટીવીક કાર્યક્રમને સારો એવો પ્રતિસાદ આપેલ તેમ બજાર સમિતિના સેક્રેટરી તુષાર હપાણીએ જણાવેલ છે. (તસ્‍વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ - અમરેલી)

(2:19 pm IST)