Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

કુતિયાણા પાસે ટ્રકમાં ચોખાના બાચકામાં છુપાવેલો ૯.૩૧ લાખનો દારૂ ઝડપાયો

ઇંગ્‍લીશ દારૂની ર૩૬૪ બોટલો અને આઇસર ટ્રક સાથે કુલ ૧પ.૪૭ લાખનો મુદામાલ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧: કુતીયાણા પાસે ટ્રકમાં ચોખાના બાચકામા છુપાવેલ ર૩૬૪ નંગ ઇંગ્‍લીશ દારૂની બોટલો ૯.૩૧ લાખની પોલીસે પકડી  પાડેલ છે.

જુનાગઢ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈનીઓએ પોરબંદર જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા માટે આપેલ સુચના અન્‍વયે તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્‍ય સુરજીત મહેડુ ના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્‍ટે.ના પો. સબ ઇન્‍સ એ.એ.મકવાણા તથા કુતિયાણા સર્વેલન્‍સ સ્‍ટાફના માણસો પો.સ્‍ટે. વિસ્‍તારમા નાઇટ પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન ટેરીગામથી ખુનપુર જતા ટી પોઇન્‍ટ નજીકથી ચોખાની આડમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-ર૩૬૪ બોકસ ૧૯૭ કિ. રૂા. ૯.૩૧.૭૪૦ તથા ચોખાના બાચકા નંગર૧ રૂિ. ૧પ૭પ૦ તથા ટાટા કંપનીના આઇસર ટ્ર કિ. રૂ.૬,૦૦,૦૦૦ મળી કુલ કિ. ૧પ,૪૭૪૯૦ નો મુદામાલ ઝડપી પાડી પ્રોહીબેશનની ગણના પત્ર કેસ શોધી કાઢેલ છે

આ કામગીરી સબ ઇન્‍સ એ.એ.મકવાણા પો.હેડ. કોન્‍સ એચ.ડી.સીસોદીયા તથા પો. કોન્‍સ યશપાલસિંહ વાળા ભરતભાઇ ગોજીયા, પીયુષ ઓડેદરા, મેરામણ ખોડભાયા, રમેશભાઇ ભુતીયા ભરતભાઇ ઓડેદરા, કિશનભાઇ બાંટવાએ કરી હતી.

(2:15 pm IST)