Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

જુનાગઢમાં આયુષ મેળોઃ આરોગ્‍યપ્રદ વાનગી સ્‍પર્ધા

આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જુનાગઢ અને સરકારી આયુર્વેદ કોલેજ દ્વારા : ૬ થી ૬૦ વર્ષ સુધીના લોકોએ વિવિધ સ્‍પર્ધામાં ભાગ લીધોઃ ઉકાળો, હોમિયોપેથીક દવાઓનું વિતરણ, ઔષધીઓનું પ્રદર્શન

રાજકોટઃ નિયામક શ્રી આયુષની કચેરી દ્વારા પ્રેરિત, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા  સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્‍પિટલ જુનાગઢના સહકારથી  ઉદ્‌ઘાટન જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા ના હસ્‍તે કરવામા આવ્‍યુ હતું. આ પ્રસંગે જુનાગઢ લોકસભા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્‍યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, સાવજ દૂધ ઉત્‍પાદક સંઘના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જૂનાગઢ મહાનગરપાલિકા આરોગ્‍ય સમિતિના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર  વિ.ઉપસ્‍થિત રહ્યા હતા.

જૂનાગઢના ધારાસભ્‍ય શ્રી સંજયભાઈ કોરડીયા, જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર  તથા સામાજિક અગ્રણીઓએ પણ આયુષ મેળાની મુલાકાત લીધેલ.

આયુષની વિવિધ પદ્ધતિઓ દ્વારા થતા નિદાન અને સારવારમાં  લોકોએ લાભ લીધો હતો તથા ત્‍યાં ઉપલબ્‍ધ આયુર્વેદ ઔષધી, રસોડા અને ઘર આંગણા ની ઔષધીઓનું પ્રદર્શન, આયુષની વિવિધ પદ્ધતિઓનું નિદર્શનનો પણ જૂનાગઢના નગરજનો તથા શાળાના વિદ્યાર્થીઓએ અંદાજે ૮ હજાર લોકોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં તંદુરસ્‍ત બાળ સ્‍પર્ધા જેમાં આઇસીડીએસ તથા શહેરાના કુલ -૫૦ બાળકો એ, યોગાસન સ્‍પર્ધા વર્ષ ૬ થી ૬૦ સુધીના ઉંમરના ૧૮૦- લોકો ભાગ લીધો હતો , ૬૦ વર્ષની ઉંમર પછી પણ તંદુરસ્‍ત આયુષ્‍ય ધરાવતા લોકોને પોત્‍સાહન મળે તથા તેમના તરફથી પ્રેરણા લઇ અન્‍ય લોકો પણ તદુરસ્‍ત વયસ્‍ક તરીકે જીંદગી જીવે તેવી પ્રેરણા આપતી સ્‍વાસ્‍થ્‍ય સ્‍પર્ધા ઋષિ ચ્‍યવન સ્‍પર્ધામાં ૩૫ વયસ્‍કોએ ભાગ લીધો હતો, આરોગ્‍યપ્રદ વાનગી કે જે ખાસ કરીને પોષણના અભાવ યુકત બાળકો છે ખાસ કરીને આઇસીડીએસના તેમને પોષણ યુકત આહાર મળી રહે તેને ધ્‍યાને રાખીને આ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ જેમાં આયુર્વેદ અનુસાર પોષણ તથા તદુરસ્‍તી જણવાઇ રહે તે પ્રકારની વાનગી બનાવવાની સ્‍પર્ધામાં ૬૫ સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. તમામ વિજેતાઓને પ્રોત્‍સાહક ઇનામો અને પ્રમાણપત્રો આપવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત રોગ પ્રતિકારવર્ધક ઉકાળાનો ૩ હજાર લોકોએ , હોમિયિપેથી દવા આર્સેનિક આલ્‍બાનો ૩૩૦૦ ઉપરાંત આયુર્વેદની તાત્‍કાલિક સારવાર ગણાતા અગ્નિની કર્મ ચિકીત્‍સાનો ૩૦૦ લોકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં કુલ ૧૯,૩૧૦ લોકોએ લાભ લીધેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે  જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. મહેશ વારા અને એમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા, આઇસીડીએસ શાખા, જિલ્લા ક્ષય નિવારણ કેન્‍દ્ર તથા હેલ્‍થ વિભાગે સુંદર સહકાર આપ્‍યો હતો. જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખનું  સતત માર્ગદર્શન મળ્‍યુ હતું.

(11:29 am IST)