Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

‘કાગના ફળીયે કાગની વાતુ' પૂ. મોરારીબાપુના નિશ્રામાં કાગ ઉત્‍સવ

૨૩ ફેબ્રુઆરીએ યોજાનાર કાર્યક્રમમાં કાગ એવોર્ડ : સ્‍વ. નાગભાઇ લાખાભાઇ ખળેલ, હરેશદાન સુરૂ, ઇશુદાન ગઢવી, નિલેશ પંડયાને અર્પણ કરાશે

ભાવનગર - કુંઢેલી તા. ૨૧ : પૂજય કાગબાપુની પાવન જન્‍મભૂમિ કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્‍યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પૂજય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ પ્રતિવર્ષ યોજવામાં આવે છે. જેમાં કાગના ફળિયે કાગની વાતું,ᅠકવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્‍છ-કાઠિયાવાડ ગુજરાતના નામી- અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્‍તુતિ થાય છે. આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૩ના કાગ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે જેમાંᅠ મરણોત્તર - સ્‍વ. નાગભાઈ લાખાભાઈ ખળેલ (મગરવાડા), સ્‍ટેજ - હરેશદાન સુરૂ, સર્જક - શ્રી ઈશુદાન ગઢવી (રત્‍નુ) (હિંમતનગર),ᅠ સંશોધન - શ્રી નિલેશભાઈ પંડ્‍યા (રાજકોટ), રાજસ્‍થાની વિરૂલ - શ્રી ગજાદાન ચારણ (નાથુસર)ને કાગ એવોર્ડ અર્પણ કરવામાં આવશે.

વર્તમાન વર્ષ પૂજય કાગબાપુની ૪૬મી પુણ્‍યતિથિ નિમિતે ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ કાગધામ ગામે ફાગણ સુદી ચોથને ગુરુવારે તા. ૨૩ ફેબ્રુઆરીના બપોરે ૩થી સાંજના ૬ વાગ્‍યા સુધી પૂજય મોરારીબાપુના સાનિધ્‍યમાં કાગના ફળિયે કાગની વાતું વિષય અંતર્ગત કાગના ફળિયે કાગની વાતું નામના પરિસંવાદમાં પ્રખ્‍યાત વક્‍તા શ્રી લાખણશી ગઢવી અને શ્રી યશવંત લાંબા વક્‍તવ્‍યો આપશે એવું કાગ એવોર્ડ ચયનસમિતિનાં સંયોજક ડો. બળવંતભાઈ જાની તથા હરિヘંદ્રભાઈ જોશીની યાદીમાં જણાવાયું છે. આ તકે પદ્મશ્રી કવિ કાગબાપુ ટ્રસ્‍ટ તથા કાગ પરિવાર દ્વારા સર્વ કાગપ્રેમી ને જાહેર આમંત્રણ આપવામાં આવ્‍યું છે. ઉલ્લેખનીય છે કે સને ૨૦૦૨ના વર્ષથી કાગધામ ખાતે પૂ.મોરારીબાપુ દ્વારા કાગ એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

(10:40 am IST)