Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ભુજમાં ફાયર સેફ્ટીને લઇ કડક કાર્યવાહી:105 પ્રોપર્ટીને નોટિસ ફટકારાઈ:7 જેટલી પ્રોપર્ટીને સીલ કરાઈ

.આગામી દિવસોમાં મોટી ઈમારતોમાં જરૂરી ફાયરના સાધનો લગાવવા તાકીદ કરાઈ

ભુજમાં ફાયર સેફ્ટીને લઇ કડક કાર્યવાહી કરાઈ છે. 105 પ્રોપર્ટીને નોટિસ ફટકારાઈ છે..પુરતા ફાયર સાધનો અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરાતા અનેક ઈમારતોને નોટિસ ઈશ્યુ કરાઈ છે. તો 7 જેટલી પ્રોપર્ટીને સીલ કરાઈ છે..

 આગામી દિવસોમાં મોટી ઈમારતોમાં જરૂરી ફાયરના સાધનો લગાવવા તાકીદ કરાઈ છે. આ નિયમોનું પાલન નહીં કરાય તો સિલીંગની કાર્યવાહી ચાલુ રખાશે. આ ઉપરાંત રાજ્યની તમામ નગર પાલિકા અને મહાનગર પાલિકાઓ પણ ફાયર સેફટીના મુદ્દે કાર્યવાહી શરૂ કરે છે.

(12:42 am IST)