Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટ- જામનગર-મોરબી જિલ્લાઓની આરોગ્ય વિષયક પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરતા અગ્રસચિવ પંકજકુમાર

પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અગ્રસચિવએ ઝીણવટપૂર્વક નિહાળ્યું :નાગરિકોને પડતી આરોગ્ય વિષયક અસુવિધાઓ કોઈ પણ ભોગે નિવારવા ખાસ તાકીદ કરી

રાજકોટ:રાજયનાના અગ્રસચિવ પંકજકુમારએ રાજકોટ,જામનગર કથા મોરબી જિલ્લાઓના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય વિષયક પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

 કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ સમીક્ષા બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરકેતન ઠક્કરએ ઉપસ્થિત સૌને આવકાર્યા હતા.રાજકોટ મહાનગરપાલિકા તથા જામનગર મહાનગરપાલિકા ઉપરાંત રાજકોટ, મોરબી અને જામનગર ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય પરિસ્થિતિ રજૂ કરતુ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અગ્રસચિવએ ઝીણવટપૂર્વક નિહાળ્યું હતું અને  નાગરિકોને પડતી આરોગ્ય વિષયક અસુવિધાઓ કોઈ પણ ભોગે નિવારવા ખાસ તાકીદ કરી હતી. સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવા, માસ્ક પહેરવા અને હાથ સેનિટાઇઝ કરવા જેવી નાની બાબતોને નાગરિકો જીવનનો અનિવાર્ય હિસ્સો બનાવે તે માટે  જિલ્લા કલેક્ટર

અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ અધિક્ષક બલરામ મીના વગેરેએ અગ્રસચિવ પંકજકુમારને પુષ્પગુચ્છ એનાયત કરી આવકાર્યા હતા.રાજકોટ, જામનગર અને મોરબીના આરોગ્ય અધિકારીઓ ઉપરાંત,પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના ઈન્ચાર્જ ડીન ડો.અંજના ત્રિવેદી,જિલ્લા આર.સી .એચ.અધિકારી ડો. મિતેશ ભંડેરી, તમામ તાલુકાઓના બ્લોક હેલ્થ ઓફિસર્સ, આરોગ્ય વિભાગના અધિકારીઓ વગેરે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

(7:00 pm IST)