Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ભારત સરકારના સફાઈ કર્મચારી આયોગના પૂર્વ ચેરમેન અને ભાજપના વરિષ્ઠ નેતા જામનગરના પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલાને હેમરિંગ સ્ટોક બાદ હોસ્પિટલમાં સારવાર બાદ ઘરે ફિઝિયોથેરાપી સારવાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : ભારત સરકારના સફાઈ કર્મચારી આયોગના પૂર્વ ચેરમેન અને ભાજપના વરિષ્ઠ નેતા જામનગરના પૂર્વ મેયર અને પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલાને  હેમરિંગ સ્ટોક આવી ગયો હતો અને તબિયત લથડતાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડો.  મનીષ મહેતા અને તેમની ટીમે સારવાર આપી હતી. ત્યારબાદ તેમને રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં ડૉ.  મયુર વાઘેલા અને ડો.  સારિકા પાટીલે આગળની સારવાર આપી તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી રજા આપી નિવાસસ્થાને લાવવામાં આવેલ છે. હવે તેની ફિઝિયોથેરાપી ઘરે જ ચાલી રહી છે.(તસવીર : કિંજલ કારસરીયા,જામનગર)

(5:02 pm IST)