Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જુનાગઢના સેંદરડામાં ડબલ મર્ડરમાં દાહોદના ૩ શખ્‍સો ઝડપાયા

આરોપીઓ અગાઉ મગફળીની સીઝનમાં મજુરીએ આવ્‍યા હતા અને ૪૦ દિવસ ગામમાં રોકાયા' તા : દંપતિ એકલા જ વાડીએ રહેતા હોવાથી લૂંટ હત્‍યાનો પ્‍લાન ઘડયો'તો : જુનાગઢ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્‍યો

જુનાગઢ : તસ્‍વીરમાં પોલીસ ટીમ તથા ઝડપી લેવાયેલ ત્રણેય આરોપીઓ નજરે પડે છે. (તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)(૯.૧૪)
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૧:  જુનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાના સેંદરડા ગામની સીમમાં રાજાભાઇ જીલડીયા અને જીલુબેન જીલડીયા નામના દંપતિની હત્‍યા કરીને રૂા. ૭.૬૬ લાખની  લૂંટ કરનાર દાહોદના ૩ શખ્‍સોને જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ઝડપી પાડયા છે.
પોલીસે પ્રેમચંદ દિપાભાઈ તેરીયાભાઈ કલારા અનુ. જનજાતિ (ઉ.વ.૨૦) ધંધો મજુરી રહે. ચંગાસર ગામ, કલારા ફળીયુ તા. ધાનપુર, જી. દાહોદ, અર્જુન પ્રતાપભાઈ બચુભાઈ બારીયા અનુ.જનજાતિ (ઉ.વ.૨૦) ધંધો મજુરી રહે. જાબુ, તા. ધાનપુર, જી. દાહોદ, હાલ મેવલીયાપુરા ગામ, જેબુલભાઈના ઈંટના ભઠ્ઠામાં તા. સાવલી, જી. વડોદરા અને રાકેશ જવાભાઈ ભાવલાસીંગ બારીયા અનુ.જનજાતિ (ઉ.વ. ૨૧) ધંધો મજુરી રહે. જાબુ, તા. ધાનપુર, જી. દાહોદ હાલ ભટવદર ગામ, દેવજીભાઈ ભુરાભાઈ પટેલની વાડીએ તા. દામનગર જી. અમરેલીની ધરપકડ કરી છે.
આ આરોપીઓ પૈકી આરોપી મહેશ ભૂરીયા તથા પ્રેમચંદ કલારા બન્ને જણા અગાઉ ફરીયાદીના દિકરા જગદીશભાઈ ઉર્ફે જગાભાઈના બોલાવવાથી સેંદરડા ગામે મગફળીની સીઝનમાં મજુરી કામે આવેલ હતા, ત્‍યારે આશરે ૪૦ દિવસ સુધી સેંદરડા ગામે રોકાયેલ હતા અને મરણ જનારની વાડીએ પણ મજુરી કામ કરેલ હોય જેથી તેઓ અગાઉથી જ બનાવ સ્‍થળના જાણકાર હોય. જે આધારે આ કામના પકડાયેલ આરોપી પ્રેમચંદ કલારા તથા અર્જુન બારીયા તથા પકડવાના બાકી આરોપીએ અગાઉથી પૂર્વ આયોજીત કાવત્રુ કરી કાવત્રાના ભાગરૂપે ચારેય આરોપીઓ જૂનાગઢ આવી ત્‍યાંથી બે - બે જણા અલગ અલગ થઈ બસમાં તથા અન્‍ય વાહનમાં ખોખરડા ફાટક પહોંચી ત્‍યાંથી બે આરોપી રીક્ષામાં તથા બે આરોપી ચાલીને તા. ૧૭-૧-૨૦૨૨ના રોજ સાંજના સમયથી જ મરણજનારના ખેતરે આવી તુવેરના પાકમાં છુપાઈને બેસી ગયેલ હતા અને મોડી રાત્રીના મોકો મળતા મરણ જનારના ઘરમાં ગુન્‍હો કરવાના ઈરાદે ગે.કા. અપપ્રવેશ કરી મરણજનાર રાજાભાઈ તથા જાલુબેન જાગી જતા બન્ને જણાને મોતને ઘાટ ઉતારી ઘરમાં તિજોરીમાં રહેલ અલગ અલગ સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂા. ૭,૦૦,૦૦૦ની લૂંટ કરી ગુન્‍હો આચરેલ અને બનાવ બાદ આરોપીઓ ચાલીને ખોખરડા ફાટક નજીક પહોંચી બાવળની કાટમાં પૈસાના ભાગ પાડી ત્‍યાંથી બે આરોપીઓ બસમાં તથા બે ચાલતા તથા રીક્ષામાં એમ અલગ અલગ થઈ એક આરોપી વડોદરા તરફ નાસી ગયેલ અને ત્રણ આરોપીઓ જામનગર તરફ નાસી ગયેલ હતા.
 આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચ. જુનાગઢના ઇચા. પો. ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા જુનાગઢ તાલુકા પો. સ્‍ટે.ના પો. ઇ. એ.એમ. ગોહિલ તથા ક્રાઇમ બ્રાન્‍ચના પો. સ.ઇ. ડી.જી. બડવા, એ.ડી.વાળા, ડી.એમ. જલુ તથા એસ.ઓ.જી. શાખાના પો. સ.ઇ. જે.એમ. વાળા તથા વંથલી પો. સ.ઇ. એ.પી. ડોડીયા તથા ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢના પો. હેડ કોન્‍સ. સાહિલ સમા. દિવ્‍યેશ ડાભી, મયુર કોડીયાતર, દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા,  ભરતભાઇ ઓડેદરા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, તથા ડ્રા. પો. કોન્‍સ. જગદીશ ભાટુ, મુકેશ કોડીયાતર, વરજાંગ બોરીયા, વનરાજ ચાવડા એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. સામતભાઇ બારીયા તથા પો. હેડ કોન્‍સ. અનિરૂધ્‍ધસિંહ વાંક, પો.કોન્‍સ. મહેન્‍દ્રભાઇ ડેર તથા ડ્રા. પો. હેડ કોન્‍સ. બાબુભાઇ કોડીયાતર, વિશાલ ડાંગર તથા વિગેરે પો. સ્‍ટાફએ કરી હતી.  
ફરીયાદી અશ્વિનભાઇ રાજાભાઇ જીલડીયાની ફરીયાદના આધારે જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવારની સુચના તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ઉપરોકત બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા સુચના કરવામાં આવેલ. જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ગઢવી સીધા સુપરવિઝન હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચ, જુનાગઢના ઇચા. પો. ઇન્‍સ. એ.આઇ.ભટી, પો. સ.ઇ. ડી.જી. બડવા, પો.સ.ઇ.એ.ડી. વાળા વા. પો.સ.ઇ. ડી.એમ. જલુ તથા એસ.ઓ.જી. પો.સ.ક. જે.એમ. વાળા તથા ક્રાઇમ બ્રાન્‍ચના પો. સ્‍ટાફની તથા જુનાગઢ તાલુકા પો. સ્‍ટે.ના પો.ઇન્‍સ. એ.એમ. ગોહિલ તથા વંથલી પો.સ.ઇ. એ.પી. ડોડીયા તથા માણાવદર પો.સ.ઇ. એસ.એન. સગારકા તથા તેઓના પો. સ્‍ટાફની અલગ-અલગ ટીમો બનાવી બનાવ સ્‍થળની મુલાકાત લેતા બનાવમાં બહારના જીલ્લાના અથવા બહારના રાજયના મજુરો હોવાનું પ્રાથમિક દૃષ્‍ટિએ જણાઇ આવતા પ્રથમ બનાવની આજુ-બાજુ વિસ્‍તારના સી.સી. ટી.વી. કુટેજો ચેક કરવામાં આવ્‍યા હતા. અને પગેરૂ દબાવી દેવામાં આવ્‍યું હતું.

 

(4:06 pm IST)