Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

જામનગરનાં જાંબુડા - સચાણા ગામ વચ્ચે રીક્ષા-બાઇક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: સચાણા તળાવ ફળીમાં રહેતા રજાકભાઈ સીદીકભાઈ કકલ ઉ.વ. ૩પ એ પંચ એ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૦ ના રોજ જાંબુડા–સચાણા વચ્ચે આ કામેનો આરોપી રીક્ષા નંબર જી.જે.૧૦–ટીડબબ્યુ–પ૬૪૪ ના ચાલકે પોતાની રીક્ષા બેફીકરાઈથી ચલાવી ફરીયાદીના નાનાભાઈ સબીર તથા સાહેદ મહેબુબ મોટર સાયકલ જી.જે.૧૦–ડીકે–૧૮ર૭ને હડફેટે લઈ સબીરનું મોત નિપજાવી ગુન્હો કરેલ છે.

ઘેર બેભાન થઈ ગયેલ યુવક

અહીં સોમનાથ સોસાયટી શેરી નં. ૧ માં રહેતા અનોપસિંહ હમીરજી જાડેજા ઉ.વ. ૩પ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર૦ ના રોજ ગોકુલનગરમાં આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા ભુલુભા હમરજી જાડેજા ઉ.વ. ૩૮ વાળા પોતાના ઘેર કોઈપણ કારણોસર બેભાન થઈ જતાં સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતા.

બંધ ટ્રક પાછળ ઘુસી જતાં યુવકને ગંભીર ઈજા

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના  સેઢાખાઈ ગામે રહેતા ભીખુભાઈ એભાભાઈ ચાવડા ઉ.વ. ૪૭ એ લાલપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. ર૦ ના રોજ આ કામેનો આરોપી ટ્રક નંબર જી.જે.૦૩–એ.એકસ–પ૮પ૮ ના ચાલકે ગોવાણા ચોકડી પાસે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી જતો હોય ત્યારે ટાયર ફાટતા બંધ હાલતમાં ત્યાં રાખી દીધેલ હોય અને રાત્રીના સમયે કોઈ વાહન ચાલકેને આ ટ્રક ને દુરથી જોઈ શકાય તેવા પ્રકારના રેડીયમ લગાવેલ ન હોય તેમજ રીફલેકટર ન રાખી ગંભીર બેદરકારી દાખવતા ફરીયાદીના ફઈના દિકરાભાઈ પાલાભાઈ નું અકસ્માત કરી ગંભીર ઈજા થતાં સારવારમાં દાખલ કરવામાં આવેલ છે ને ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:23 pm IST)