Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

બાબરા તાલુકાના જીવાપર વાવડી ગમાપીપળીયા અને મોણપર સુધીના માર્ગોના કામગીરીનો શુભારંભ કરાવતા ધારાસભ્ય ઠુંમર

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા.૨૧: તાલુકાના જીવાપર - વાવડી માર્ગ રૂપિયા ૨ કરોડના ખર્ચે નવો બનતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુહૂર્ત કરી માર્ગ કામકાજ શરૂ કરાવ્યું હતું.

તાલુકાના જીવાપર વાવડી ગમાપીપળ અને મોંણપર ગામ સુધીના જોડતો આ માર્ગ ૧૦:૫૦ કિલોમીટર અને ૩,૭૫ મીટર વધુ ની પહોળાઈ સાથેનો બનતા ગામના લોકો અને રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી હતી. આ કાર્યક્રમમાં જીવાપર ગામ ના સરપંચ વીનુભાઇ,વાવડી ગામના સરપંચ રમેશભાઈ રાદડિયા, ઉપસરપંચ દિલીપભાઈ સરવૈયા,તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસમતભાઇ ચોવટિયા,તાલુકા પંચાયતના સભ્ય કુલદીપભાઈ બસિયા, વિનુભાઈ કોલડીયા, પરસોત્ત્।મભાઈ રામાણી, રમેશભાઈ રાદડિયા અરૂણભાઇ ઠુંમર પરસોતમભાઈ ઠુંમ્મર સહિતના ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

 ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ના રસ્તાનું કામ શરૂ થતા અમરેલી અને બાબરા તાલુકાને જોડતો મહત્વના રસ્તો મોટા દેવળીયા સહિત એ બાજુ ના ગામ ને અમરેલી જિલ્લા મથક જવા માટે ટૂંકો રસ્તો મળશે તેમજ ગમાપીપળીયા થી મોટા દેવળીયા નોન-પ્લાન રસ્તાને પણ કામ શરૂ કરવામાં આવશે બાબરા તાલુકાના મોટાભાગના રસ્તાઓ ના કામ શરૂ થયા જ બાકી રહેતા કામોઙ્ગ તાત્કાલિક શરૂ થાય તે માટે સતત તંત્ર સાથે જહેમત ઉઠાવી રહ્યા છે અમુક તત્વો હવનમાં હાડકા નાખવાનો પ્રયાસ કરી વિકાસના કામ બગડે તેના માટે કોઈને કોઈ પણ પ્રકારના કાવા દાવા કરી રહ્યા છેઙ્ગ તે અંગે ધારાસભ્ય ઠુંમરે વધુમાંઙ્ગ ઙ્ગજણાવ્યું હતું કે કોઈ પણ કામ બગાડવા માટેના પ્રયાસ કરે તો પણ તાલુકાને જે રસ્તાઓ મંજૂર કરાવ્યા છે ધારાસભ્ય તરીકે તે તમામ રસ્તાઓ શરૂ કરવા માટે પોતે મહેનત કરી કામો પૂર્ણ કરવામાં તત્પર છે આ રસ્તાનું કામ શરૂ થતાં આજુબાજુના ૧૫ થી૨૦ ગામના લોકોએ આનંદની લાગણી વ્યકત કરી હતી અને ધારાસભ્યની કામગીરીથી સંતોષ વ્યકત કર્યો હતો.

(1:22 pm IST)