Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પીજીવીસીએલ ટ્રાન્સફોર્મર (ટી.સી.) માંથી ઓઇલ ચોરી કરનાર ઇસમોને પકડી પાડતી અમરેલી પોલીસ

અમરેલી, તા., ૨૧: અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિલિપ્ત રાયે ચોરીઓની પ્રવૃતીને ડામવા અને અસરકારક પગલાઓ લેવા તથા ચોરી કરતા ઇસમોને પકડી મુદામાલ રીકવર કરવા અંગેની જરૂરી સુચના આપતા એ.જી.ગોહીલ ઇન્ચા. નાયબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પો.સ્ટે. એ અજાણ્યા ચોર માણસો વિરૂધ્ધ પીજીવીસીએલ નાયબ ઇજનેર અમરેલી કેરીયા રોડ તા.જી.અમરેલી વાળાએ  પોતાની પોલીસ ફરીયાદ જાહેર કરેલ હોય જેમાં કોઇ અજાણ્યા ઇસમોએ અલગ અલગ ત્રણ જગ્યાએ ખેતીવાડી કનેકશનના ટ્રાન્સફોર્મરો (ટી.સી.)માંથી કુલ ઓઇલ લી. ૩૩૦  કિ. રૂા. રપ૦૮૦ની ચોરી કરી લઇ ગયેલ હોય જે બનાવ બાબતે ઓઇલ ચોરીનો ગુન્હો રજી. થયેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ ગણતરીના દિવસોમાં એક બાળકિશોર અને ત્રણ આરોપીઓને ઝડપી ચોરીમાં થયેલ ૧૦૦ ટકા મુદામાલની રીકવરી કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપીઓ

(૧) કમલેશભાઇ હિમતભાઇ સોલંકી  ઉ.વ.ર૭ ધંધો ડ્રાઇવીંગ રહે. અમરેલી શકિતનગર તા.જી.અમરેલી (ર) પ્રદીપભાઇ અશોકભાઇ પરમાર ઉ.વ.ર૬ ધંધો ગેરેજ રહે.અમરેલી બાયપાસ તા.જી. અમરેલી (૩) મોહીતસિંહ રાજેન્દ્રસિંહ બસન ઉ.વ.રર ધંધો મજુરી રહે. અમરેલી ગોપીટોકીજ પાસે તા.જી.અમરેલી (૪) બાળ કિશોર પાસેથી કુલ ઓઇલ લીટર ૩૩૦ તથા પ્લાસ્ટીકના કેરબા સહીત કુલ રૂા.રપ૦૮ઢ તથા મો.સા.૧- ૪૦,૦૦૦ તથા ફોરવીલ વાહન ૧,૦૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

(1:16 pm IST)