Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ચરાડવા મહાકાળી મંદિરે ચોરી કરનાર રામપરાનો ભરત આકવિયા ઝડપાયો

અગાઉ ૧૦ વખત ચોરી કર્યાની કબૂલાત : નાણાની જરૂર પડતા આખેઆખી દાનપેટી જ ઉઠાવી લીધી : મોરબી એલસીબી ટીમે આરોપીને ઝડપી પાડયો

હળવદ તા. ૨૧ : હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ પ્રસિદ્ઘ મહાકાળી મંદિર આશ્રમમાંથી દાનપેટીની ચોરી થવાની ઘટનામાં એલસીબી ટીમે સુરેન્દ્રનગરના રામપરા ગામના રીઢા તસ્કરને ઝડપી લીધો છે. પોલીસની પૂછપરછમાં પોપટ બની ગયેલા તસ્કરે આગાઉ પણ મહાકાળી આશ્રમમાંથી દાસ વખત ચોરી કર્યાની કબૂલાત આપી હતી અને નાણાંની જરૂરત પડતા આખે આખી દાનપેટી જ ઉઠાવી ગયો હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં દાનપેટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા એલસીબી ટીમ પ્રયત્નશીલ હતી ત્યારે એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે હળવદ કે.ટી.મીલ પાસે એક શંકાસ્પદ શખ્સ આંટાફેરા કરે છે જેને પગલે આ શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા સુરેન્દ્રનગરના રામપરા ગામે રહેતો ભરતભાઇ પ્રભુભાઇ આકવીયાએ પોતે અગાઉ પણ આઠ થી દશ વખત અલગ અલગ સમયે ચરાડવાના મહાકાળી આશ્રમમાં ચોરી કરેલ હોવાનું અને પોતેને વધુ પૈસાની જરૂરત હોય રાતના સમય આશ્રમમાં ઘુસી આશ્રમના મંદિર ખાતે ફીટ કરેલ દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી કર્યાની કબુલાત આપતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ હતો.

આ સફળ કામગીરી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ડાભી, પીએસઆઇ એ.ડી.જાડેજા, હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, સંજયભાઇ મૈયડ, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા,ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા,ફુલીબેન તરાર, ખ્લ્ત્ પોલાભાઇ ખાંભરા, સંજયભાઇ પટેલ, રજનીકાંત કૈલા, કૌશીકભાઇ મારવણીયા, ૫ો.કોન્સ. ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા,દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, બ્રીજેશભાઇ કાસુંદ્રવિક્રમભાઇ કુંગસીયા, સતીષભાઇ કાંજીયા, હરેશભાઇ સરવૈયા, રણવીરસિંહ જાડેજા, હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા વગેરેએ કરી હતી.(

(12:58 pm IST)