Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

ફરી માવઠાની આગાહીના કારણે ખેડુતોમાં ચિંતાના વાદળા છવાયા

રાજકોટ તા. ર૧: આજથી ત્રણ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં માવઠાની આગાહી સાથે વાતાવરણમાં પલ્ટો આવતા ખેડુતોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ ઘટી જતાં લઘુતમ તાપમાન ૧પ.ર ડિગ્રીને આંબી ગયું હતું. તો દિવસે પણ ઠંડા પવનની અસર નહીંવત રહેવાથ ગઇકાલની તુલનામાં ૧.૬ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૯.૧ ડિગ્રીએ પહોંચ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩પ ટકા નોંધાયું છે. તો પવનની ઝડપ ૬ કી.મી.ની રહી હતી. ઉલ્લેખનીય છે કે, કાંતિલ ઠંડીમાંથી માંડ છુટકારો મળ્યો ત્યાં તા.ર૧ તા.ર૩ સુધી હવામાન વિભાગે ફરી કમોસમી માવઠાની આગાહી કરી છે. આગાહીના પગલે જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે વરસાદની પણ સંભાવના હોવાથી ખેડુતોમાં ચિંતા પ્રસરી છે.યાર્ડોમાં જણસી પલળે નહી તે માટેની વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટી તંત્રએ આદેશ છોડી દીધો છે. તો ખેડુતોએ પણ ખેતીપાકને બચાવવા માટે પાકને ઢાંકીને રાખવા તાકીદ કરાઇ છે.

(12:52 pm IST)